GSTV
India News Trending

ટિપ્પણી / પત્નીની જાણ વગર કોલ રેકોર્ડ કરવા ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન, હાઈકોર્ટે પતિને લગાવી ફટકાર

કોલ રેકોર્ડ

પત્નીને ક્રૂર બતાવવા માટે તેણીની જાણ વગર કોલ રેકોર્ડ કરવા એ ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે, જેને કોઈપણ સંજોગોમાં પ્રોત્સાહિત ન કરવું જોઈએ. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે રેકોર્ડિંગને પુરાવા તરીકે સ્વીકારવાના ફેમિલી કોર્ટના નિર્ણયને ફગાવતા આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.

કોલ રેકોર્ડ

હાઈકોર્ટમાં અરજી દાખલ કરતી વખતે મહિલાએ જણાવ્યું કે તેની અને તેના પતિ વચ્ચે વૈવાહિક વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને કારણે પતિએ 2017માં ભટિંડાની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે કેસ દાખલ કર્યો હતો. દરમિયાન તેણે પોતાની અને અરજદાર વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગ પુરાવા તરીકે રજૂ કર્યું હતું.

ફેમિલી કોર્ટે આ વાત સ્વીકારી હતી, જે નિયમો મુજબ યોગ્ય નથી. તેના પર પતિ તરફથી દલીલ કરવામાં આવી હતી કે તેણે સાબિત કરવું પડશે કે પત્ની તેના પર ક્રૂરતા કરે છે અને આ વાતચીત તેનો પુરાવો છે, જેની સાથે સર્ટિફિકેટ પણ છે. આવા કિસ્સામાં તે એવિડન્સ એક્ટ હેઠળ માન્ય છે.

હાઈકોર્ટે તેના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને જણાવ્યું કે કોઈ વ્યક્તિ કોઈના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કેવી રીતે કરી શકે છે. જીવનસાથીની સંમતિ વિના તેની સાથે ફોન પરની વાતચીતનું રેકોર્ડિંગ એ ગોપનીયતાના અધિકારનો ભંગ છે. રેકોર્ડિંગ બાદ કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરનાર પતિને હાઈકોર્ટે ફટકાર લગાવી હતી.

કોલ રેકોર્ડ

હાઈકોર્ટે જણાવ્યું હતું કે આવી વાતચીત કે જેના વિશે અન્ય સાથી જાણતો ન હોય તેને પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં. હાઈકોર્ટે ભટિંડાની ફેમિલી કોર્ટના નિર્ણયને બાજુ પર રાખીને કેસમાં પુરાવા તરીકે રેકોર્ડિંગનો સમાવેશ કરવાના આદેશને રદ કર્યો, અને ફેમિલી કોર્ટને છૂટાછેડાની અરજી પર છ મહિનામાં નિર્ણય લેવાનો આદેશ પણ આપ્યો.

Read Also

Related posts

VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ

GSTV Web Desk

VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત

GSTV Web Desk

રાજસ્થાન / પીએમ મોદીએ જયપુરમાં મહાખેલના સ્પર્ધકોને સંબોધિત કર્યા, જાણો શું કહ્યું

Akib Chhipa
GSTV