વર્ષ 2009માં ઇંસ્ટેટ મેસેજિંગ એપ Whatsapp આવી હતી. Whatsapp દ્વારા ચેટ, ફોટો અને વીડિયો મોકલવા, ઑડિયો અને વીડિયો કૉલ પણ કરી શકાય છે. જ્યાં નેટવર્કની સમસ્યા રહે છે અથવા જે લોકો વાઇ-ફાઇનો ઉપયોગ કરો છો તે Whatsapp કૉલનો વધુ ઉપયોગ કરે છે. કેટલાંક લોકો Whatsapp કૉલનો ઉપયોગ એટલા માટે પણ કરે છે કારણ કે આ કૉલ રેકોર્ડ નથી થતાં.
Whatsappમાં હાલ કૉલ રેકોર્ડ માટે કોઇ ફીચર નથી. જો તમારે Whatsapp કૉલ રેકોર્ડ કરવા હોય તો તમે કોઇ થર્ડ પાર્ટી એપની મદદ લઇ શકો છો. આજે અમે તમને એક સિંપલ ટ્રિક જણાવી રહ્યાં છીએ જેથી તમે કોઇપણ Whatsapp કૉલને રેકોર્ડ કરી શકો છો. ચાલો તમને જણાવીએ કે તેના માટે તમારે શું કરવાનું છે.

એન્ડ્રોયડ યુઝર્સ આ રીતે કરે કૉલ રેકોર્ડ
– જો તમે એન્ડ્રોયડ ફોન યુઝ કરો છો તો કૉલ રેકોર્ડ કરવા માટે તમારે થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે.
– તમારા ફોનમાં cube call recorder અથવા કોઇ પણ અન્ય એપ ડાઉનલોડ કરી લો.
– હવે એપને ઓપન કરો અને Whatsapp પર જાઓ. હવે તમારે જેનો કૉલ રેકોર્ડ કરવો છે તે વ્યક્તિને કૉલ કરો.
– જો તમારે એપમાં ક્યૂબ કૉલ વિઝિટ દેખાય, તો સમજી લો કે તમારો કૉલ રેકોર્ડ થઇ રહ્યો છે.
– જો કોઇ કારણસર ફોનમાં error દેખાય તો તમારે ફરીથી એપ ઓપન કરવાની છે.
-હવે એપની સેટિંગમાં જાઓ. હવે એપની સેટિંગમાં જાઓ અહીં વૉયસ કૉલમાં force voice પર ક્લિક કરો.

આઇફોન યુઝર્સ આ રીતે રેકોર્ડ કરો કૉલ
– જો તમે આઇફોન યૂઝર છો તો તમે Mac ની મદદથી કૉલ રેકોર્ડ કરી શકો છો.
-તેના માટે તમારે તમારા આઇફોનને લાઇટનિંગ કેબલ દ્વારા Mac સાથે કનેક્ટ કરવાનો છે.
– હવે ફોનમાં લખેલુ આવશે ‘ટ્રસ્ટ ધિસ કંપ્યૂટર’. તેના પર ક્લિક કરો.
– મેકમાંથી પહેલીવાર ફોનને કનેક્ટ કરી રહ્યાં છો તો તમારે quick time ઓપ્શન પર ક્લિક કરવાનું છે.
– હવે તમને અહીં ફાઇલ સેક્શનમાં ન્યૂ ઑડિયો રેકોર્ડિંગનો વિકલ્પ જોવા મળશે. અહીં રેકોર્ડ બટન પર ક્લિક કરો.
– હવે પૂરી પ્રોસેસ બાદ ક્વિકટાઇમ રેકોર્ડ બટનને દબાવો અને વૉટ્સએપ કૉલ કરો.
– જેવો તમારો કૉલ કનેક્ટ થશે, યૂઝર આઇકનને એડ કરી લો. હવે તમારો ફોન રિસિવ થતા જ રેકોર્ડિંગ શરૂ થઇ જશે.
Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત