ATMમાંથી એટલા કૅશ ઉપડ્યા કે નવો રેકોર્ડ બની ગયો. એકવારમાં ભારતીયો સરેરાશ આશરે 5000 રૂપિયા ATMમાંથી ઉપાડે છે. ઓગસ્ટના મહિનામાં લોકોએ એકવારમાં ATMમાંથી 4959 રૂપિયા ઉપાડ્યા. ઓગસ્ટ મહિનામાં લોકોએ પોતાના ડેબિટ કાર્ડથી આશરે 26 લાખ કરોડ રૂપિયાનો રેકોર્ડ ઉપાડ કર્યો. જે જીડીપીના 12 ટકા છે. ડિજિટલ પેમેન્ટ ગ્રોથ પણ થયો અને યુપીઆઇ ટ્રાન્જેશને પણ 2 અબજ રૂપિયાનો આંકડો સ્પર્શી લીધો. પરંતુ તેમ છતાં માર્કેટમાં કૅશનો જલવો યથાવત રહ્યો.

ગત વર્ષની તુલનામાં 10 ટકા વધ્યુ કૅશ વિડ્રોઅલ
જો ગત વર્ષના નવેમ્બર સાથે તુલના કરીએ તો ATM કૅશ વિડ્રોઅલમાં આશરે 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. સાથે જ યુપીઆઇ પેમેન્ટમાં આશરે 20 ટકાનો વધારો જોવા મળ્યો છે. ATM પ્લેયર્સનું કહેવુ છે કે લોકડાઉનમાં શરૂઆતના મહિનાઓમાં તો એક અસ્થાયી શાંતિ જોવા મળી પરંતુ તે બાદ વિડ્રોઅલ ફરીથી કોરોના પહેલાની સ્થિતિ સુધી પહોંચી ગયો.

લૉકડાઉનમાં ઘટી ગયુ કૅશ વિડ્રોઅલ
હિટાચી પેમેન્ટ સર્વિસિસના એમડી અને સીઇઓ રૂસ્તમ ઇરાનીએ જણાવ્યું કે, કૅશ ભારતની અર્થવ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે અને ATMના કારણે લોકોને કૅશનું સરળ એક્સેસ પણ મળી રહ્યું છે. કોરોના બાદ દેશભરમાં લોકડાઉનના કારણે માર્ચના અંતમાં અને એપ્રિલ-મેમાં કૅશ વિડ્રોઅલમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ જૂનના મહિનાથી કૅશ વિડ્રોઅલ ફરીથી શરૂ થઇ ગયુ.

હજુ વધશે કૅશ વિડ્રોઅલ
પાછલા આશરે 3 મહિનાનો ડેટા હાલ ઉપલબ્ધ નથી, પરંતુ ATM અને પીઓએસ મશીન ટર્મિલ્સ ઓપરેટર બીટીઆઇ પેમેન્ટના સીઇઓ કે શ્રીનિવાસન કહે છે કે આ વખતે કૅશ વિડ્રોઅલ ગત દિવાળીની તુલનામાં ઘણી વધુ રહેશે કારણ કે લોકો ગિફ્ટ અને મિઠાઇઓ માટે આ સીઝનમાં ઘરની બહાર નહી નીકળે. કૅશ વિડ્રોઅલ વધવાનું એક મોટુ કારણ તે પણ હોઇ શકે છે કે લોકો કોરોના કાળમાં કોઇ ઇમરજન્સી સ્થિતિમાંથી નીકળવા માટે પોતાની પાસે કેટલીક કૅશ જમા કરીને રાખી રહ્યાં છે.
Read Also
- ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ: ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગનો કર્યો નિર્ણય, ભારતનું પલડું ભારે
- મહારાષ્ટ્ર: ભિવંડીમાં 41 વર્ષના વ્યક્તિનું કોરોના વેક્સિન લીધા બાદ થયું મોત, પરિવાર શોકમગ્ન
- નોકરી વાળા લોકો માટે આ છે રોકાણના યોગ્ય વિકલ્પ, થશે મોટો ફાયદો
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 475 કેસો નોંધાયા,૪૨ દિવસ બાદ સર્વોચ્ચ કેસ
- મુખ્ય મંત્રી યેદિયુરપ્પા ભ્રષ્ટ : આ મંત્રીની સેક્સ ટેપથી ભાજપ શરમજનક સ્થિતિમાં મુકાયું, આપવુ પડ્યુ રાજીનામું