GSTV
Home » News » બીજા ચરણના મતદાન વચ્ચે રેકોર્ડ બ્રેક ખુલ્યુ બજાર, શેર માર્કેટમાં તેજી

બીજા ચરણના મતદાન વચ્ચે રેકોર્ડ બ્રેક ખુલ્યુ બજાર, શેર માર્કેટમાં તેજી

Lok Sabha Election sensex

લોકસભા ઈલેક્શનના બીજા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે ગુરૂવારે ભારતીય શેરબજારની રેકોર્ડ તેજી સાથે શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 140 અંકોની તેજી સાથે પહેલીવાર 39 હજાર 400ને પાર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 34.65 અંકોની તેજી સાથે 11 હજાર 821.80ના સ્તરે પહોંચી હતી.  બુધવારે ભારતીય શેરબજાર મહાવીર જયંતિની જાહેરરજાના કારણે બંધ રહ્યુ હતુ. તો મંગળવારે શેરબજારમાં નિયમિત કારોબાર થયો હતો અને સપ્તાહના બીજા કારોબારી દિવસે સેન્સેક્સ 369.80 અંકોનાં ઉછાળા સાથે 39 હજાર 275.64નાં રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો અને નિફ્ટી પણ 96.80 અંકોનાં વધારા સાથે 11 હજાર 787.15ના નવા ઉચ્ચ સ્તરે બંધ રહી હતી.

કારોબાર દરમ્યાન જેટ એરવેઝનો શેર 28 ટકા જેટલો તૂટ્યો હતો. જેટએરવેઝનાં આર્થિક સંકટોને કારણે એરલાઈન્સે બુધવાર રાતથી ફ્લાઈટ્સની ઉડાનો બંધ કરી દીધી હતી. જેટ એરવેઝને બેંકોનાં ગ્રુપે 400 કરોડ રૂપિયાની મદદ કરવાની મનાઈ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બુધવારે અમૃતસરથી નવી દિલ્હી સુધી જેટએરવેઝની છેલ્લી ફ્લાઈટ ઉડી હતી.

ગુરુવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં પરિણામ જાહેર થવાના છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં પરિણામને કારણે શેરબજારમાં ઉતાર-ચઢાવ રહેવાની સંભાવના છે. આની પહેલાં બુધવારે આઈટી કંપની માઈન્ડટ્રીનાં નાણાકીય વર્ષ 2018-19ના ચોથા ક્વાર્ટરનાં પરિણામ જાહેર થયા છે. માઈન્ડટ્રીનાં નફામાં વાર્ષિક દરે 8.9 ટકા અને ત્રિમાસિક દરે 3.8 ટકાનો વધારો નોંધાયો છે, જે 198.4 કરોડ રૂપિયા રહ્યો છે.

જ્યારે રૂપિયાની વાત કરીએ તો, ગુરૂવારના કારોબારમાં રૂપિયો 14 પૈસાની તેજી સાથે ડોલરદીઠ 69.46 પર ખૂલ્યો હતો. જ્યારે મંગળવારે રૂપિયો ડોલરદીઠ 69.60 પર બંધ રહ્યો હતો. મંગળવારનાં કારોબારમાં રૂપિયો 7 પૈસા નબળો પડીને ડોલરદીઠ 69.49 પર ખૂલ્યો હતો. તો સોમવારે રૂપિયો ડોલરદીઠ 69.42 પર ખૂલ્યો હતો.

Read Also

Related posts

લોકસભા ચૂંટણી પૂરી થતાં જ બંધ થઈ ગઈ ‘નમો ટીવી’

NIsha Patel

ઉદ્ધવ ઠાકરે માટે પુરણપોળી અને નીતીશ કુમાર માટે લીટ્ટી-ચોખા, આ છે શાહનું ડિનર મેન્યૂ

Mansi Patel

જબરદસ્ત ઑફર: દેશના આગામી વડાપ્રધાનનું નામ જણાવો અને મેળવો બમ્પર ડિસ્કાઉન્ટ, આટલા દિવસ સુધી જ મળશે તક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!