GSTV
News ટોપ સ્ટોરી

મોટા સમાચાર / જમ્મુ-કાશ્મીરમાં કોરોના કેસનો રેકોર્ડબ્રેક, 5992 નવા કેસ સાથે કોવિડનો કોપ યથાવત

જમ્મુકાશ્મીરમાં આજ રોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાયા છે. અહીં આજે 5992 જેટલા નવા કોવિડ-19 કેસ નોંધાયા હતા. જેમાંથી કાશ્મીરમાં 4,072 અને જમ્મુમાં 1920 જેટલા કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં જમ્મુમાં 5 અને કાશ્મીરમાં બે નવા મૃત્યુ નોંધાયા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, હાલ અહીં કુલ કોરોના કેસની સંખ્યા વધીને 3,78,661 થઈ છે જ્યારે મૃત્યુઆંક કાશ્મીરમાં 4,586 અને જમ્મુમાં 2,237 સુધી પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૭૭ દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે ત્યારે અત્યાર સુધીમાં કુલ 3,43,031 દર્દીઓ આ બીમારીને માત આપીને રિકવર થયા છે.

હાલ જમ્મુ-કાશ્મીરમાં ટોટલ એક્ટિવ કેસો 31044 છે, જેમાં જમ્મુમાં 10,535 એક્ટિવ કેસ છે તો કાશ્મીરમાં 20,509 જેટલા એક્ટિવ કેસ નોંધાયા છે. ગઈકાલે જમ્મુ-કાશ્મીરમાં 5,818 નવા કોરોના વાયરસના દર્દીઓ મળી આવ્યા હતા અને આ સમયગાળા દરમિયાન ચાર દર્દીઓના પણ મોત થયા હતા.

Read Also

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

Anemia in Indian Population : રક્તકણની ઉણપ ધરાવતા દેશના બાળકોમાં 9%નો વધારો, 67% બાળકો એનિમિક; નેશનલ હેલ્થ સર્વેમાં ખુલાસો

GSTV Web Desk

અમેરિકા અમને બદનામ કરવાનું બંધ કરે ‘બીજા શીતયુદ્ધ’ની ટીકા સામે ચીનનો વળતો પ્રહાર

GSTV Web Desk
GSTV