GSTV

વરસાદે આ વખતે ભુકા કાઢી નાખ્યા, ‘આવ રે વરસાદ’ બાદ હવે ‘Rain Rain Go Away’ની પ્રાર્થના

Last Updated on September 29, 2019 by Arohi

સૌરાષ્ટ્રમાં ગત જૂન માસમાં ‘વાયુ’ વાવાઝોડાની અસર બાદ ચોમાસાનું આગમન મોડું થતાં સર્વત્ર ‘આવ રે વરસાદ…’ની પ્રાર્થનાઓ થવા લાગી હતી. બાદમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર એટલે કે શ્રાવણ અને ભાદરવા મહિનામાં અવિરત ધીંગી મેઘમહેર વરસતા અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં ૧૩૦ ટકા વરસાદ પડી ચુક્યો છે.

ભાદરવો પણ પુરો થવા છતાં ગઇકાલ મધરાતથી આજે સાંજ સુધીમાં ૪૦ કરતા વધુ શહેરોમાં વધુ અડધાથી પાંચ ઇંચ વરસાદ વરસી જતાં હવે લોકો મેઘવિરામની પ્રાર્થના કરવા લાગ્યા છે. વળી, ચોમાસુ પણ હજુ વિદાય લેતું ન હોવાથી તલ અને મગફળી સહિતનાં ખેતી પાકનું નુકશાન થવાનું જોખમ તોળાવા લાગ્યું છે.

સૌરાષ્ટ્રમાં ગઇકાલે રાત્રે ૧૦ વાગ્યા બાદ વિજળીનાં ચમકારા થવા સાથે વરસાદ વરસવો શરૂ થયો હતો, જે આજે સાંજ સુધી ક્યાંક ઝરમર તો ક્યાંક હળવા – ભારે ઝાપટા સ્વરૂપે ચાલુ રહ્યો હતો. જેમાં ૨૦ કલાક દરમિયાન રાજકોટ જિલ્લામાં સૌથી વધુ કોટડાસાંગાણીમાં ચાર ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે લોધીકામાં ત્રણ અને જામકંડોરણામાં અઢી તથા ગોંડલમાં બે તેમજ જસદણ, રાજકોટ અને વિંછીયામાં દોઢ ઇંચ ઉપરાંત ધોરાજીમાં એક અને પડધરીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. 

જામનગર જિલ્લામાં પણ ગઇકાલે સાંજથી જામેલો વરસાદી માહોલ આજે પણ યથાવત રહ્યો હતો. જે દરમિયાન જોડિયામાં આજે પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. નિચાણવાળા વિસ્તારોમાં  ગોઠણડૂબ પાણી ફરી વળ્યા હતા. વળી, ગઇકાલે સાંજ થી સવાર સુધીમાં જામનગર જિલ્લાનાં મોડપર, પીપરશેડા, પડાણા, અલીયાબાડા, જાળીયા, દેવાણી સહિતનાં ગામોમાં બે થી ચાર ઇંચ વરસાદ પડતા ખેતરો જળતરબોળ બન્યા હતા.

આ દરમિયાન જામનગરમાં દોઢ અને ધ્રોલમાં બે ઇંચ, કાલાવડ અને લાલપુરમાં એક ઇંચ તેમજ જામકંડોરણામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. એ જ રીતે દ્વારકા જિલ્લામાં ગતરાત્રિથી આજે સાંજ સુધીમાં ખંભાળિયામાં બે ઇંચ, ભાણવડમાં દોઢ, ઇંચ, કલ્યાણપુરમાં એક ઇંચ અને દ્વારકામાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. આ સાથે આમરણ ચોવિસી પંથકમાં આજે બપોરે દોઢ કલાકમાં ચાર ઇંચ વરસાદથી મકાનો – દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા.

મોરબી જિલ્લામાં લાંબા વિરામ બાદ અંતે ગઇકાલે રાત્રે મેઘસવારી આવી પહોંચી હતી. હળવદમાં ત્રણ ઇંચ વરસાદથી બસ સ્ટેન્ડ સહિતનાં વિસ્તારો જળબંબોળ બન્યા હતા. મોરબીમાં પણ બે ઇંચ વરસાદથી સર્વત્ર પાણી – પાણી થઇ ગયું હતું. ટંકારામાં વધુ અઢી ઇંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

એ જ રીતે અમરેલી જિરલ્લામાં આજે રાજુલામાં ધોધમાર અઢી ઇંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ફરી વળ્યા હતા. બાબરામાં ગતરાત્રે દોડ ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે આજે સાંજ સુધી ખાંભામાં બે ઇંચ, જાફરાબાદમાં દોઢષ્ ઇંચ, સાવરકુંડલામાં પોણો ઇંચ અને ધારીમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. પોરબંદર જિલ્લામાં ૩-૪ મી.મી.નાં હળવા ઝાપટા વરસ્યા હતા. જૂના વાઘણીયા ગામે ગત સાંજે વધુ બે ઇંચ વરસાદ થયો હતો.

જૂનાગઢ જિલ્લામાં આજે એકંદરે મેઘવિરામ રહેતા લોકોએ હાંશકારો અનુભવ્યો હતો. જો કે,માળીયા હાટીનામાં એક ઇંચ તથા વંથલી, વિસાવદર, મેંદરડા અને ભેંસાણમાં અડધો ઇંચ તેમજ જૂનાગઢ, માણાવદર અને કેશોદમાં ઝાપટા વરસ્યા હતા. બીજી તરફ  ગીર સોમનાથ જિલ્લામાં ગઇકાલે રાત્રે વરસાદ ચાલુ થયો હતો અને આજે પણ યથાવત રહ્યો હતો. જેમાં ઉનામાં ત્રણ ઇંચ અને સુત્રાપાડામાં અઢી ઇંચ તથા કોડીનાર અને વેરાવળમાં દોઢ ઇંચ તો તાલાલામાં એક ઇંચ અને ગીરગઢડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

ક્યાં કેટલો વરસાદ 

જોડિયા
કો.સાંગાણી
આમરણ
હળવદ
જેતપુર
લોધીકા
જામકંડોરણા૨।।
સુત્રાપાડા૨।।
ટંકારા૨।।
રાજુલા૨।।
ધોરાજી
તાલાલા
વાંકાનેર
ડોળાસા
કાલાવડ
લાલપુર
કલ્યાણપુર
મા.હાટીના
સા.કુંડલા૦।।।
જૂના વાઘણીયા
ગોંડલ
મોરબી
ધ્રોલ
ખાંભા
ખંભાળિયા
જામનગર૧।।
જસદણ૧।।
રાજકોટ૧।।
વિંછીયા૧।।
ભાણવડ૧।।
કોડીનાર૧।।
વેરાવળ૧।।
બાબરા૧।।
જાફરાબાદ૧।।
પડધરી૦।।
ગીરગઢડા૦।।
જામજોધપુર૦।।
ધારી૦।।
દ્વારકા૦।।
વંથલી૦।।
વિસાવદર૦।।
મેંદરડા૦।।
ભેંસાણ૦।।

Read Also

Related posts

સુરત: મંદિરમાં હરીભક્તો પર પ્રતિબંધ લગાવતા થયો હોબાળો, ભક્તોના પ્રવેશને રોકવા માટે બાઉન્સર મુક્યા

Pravin Makwana

દિલ્હી પોલીસની મોટી સફળતા: 7 લાખનો ઈનામી મોસ્ટ વોન્ટેડ ગેન્ગસ્ટર કાલા જઠેડીની ધરપકડ

Damini Patel

લોકમેળો/ સુરેન્દ્રનગર જિલ્લાનો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો સતત બીજા વર્ષે નહીં યોજાય, આ કારણે લેવાયો મોટો નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!