GSTV

રાતની વધેલી દાળ કે સાંભાર ફેકો નહીં, આ રીતે બનાવો Yummy ‘દાળના પરોઠા’

દાળના પરોઠા

ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે અલગ અલગ પ્રકારના પરવાન દરેકના ઘરે બનતા જ હશે. પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે સ્ટાર્ટર અને મેઈન કોર્સ જ એટલું હેવી થઈ જાય છે કે છેલ્લે દાળ ભાત કોઈ ખાતું જ નથી. હવે ભાત વધે ત્યારે તો આપણી પાસે એવો ઓપ્શન હોય છે કે તેને સાંજે કાંતો બીજા દિવસ સવારે વઘારીને ખાઈ શકીએ. પરંતુ તપેલી ભરીને દાળ ફક્ત ફેકવામાં જ જાય છે. આ દાળનો કંઈક નવા સ્વાદ માટે ઉપયોગ કરવામાં આવે તો? જી હા… આ વધેલી દાળમાંથી પણ કંઈક નવું અને ટેસ્ટી બનાવી શકાય છે અને તેમાંથી એક છે દાળના પરોઠા. આ પરોઠા જોવામાં જેટલા યમ્મી (Yummy) દેખાય છે સ્વાદમાં પણ તેટલાજ  જોરદાર બને છે. તો રાહ જોયા વગર ફટાફટ વાંચી લો આ રેસિપી.  

દાળના પરોઠા બનાવવાની સામગ્રી

દાળના પરોઠા બનાવવા માટે તમારે ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડશે તમે ઈચ્છો તો તેમાં તમને ફાવતા શાકભાજીને જીણાં જીણાં સમારીને પણ નાખી શકો છો. બીજી સામગ્રીમાં દાળ, લોટ, મીઠુ, ઘી, ગાજર, પાલકનો ઉપયોગ કરવાનો રહેશે. 

દાળના પરોઠા બનાવવાની રીત

એક તાસમાં લોટ લઈને તેમાં વધેલી દાળ નાખો. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠુ નાખો. હવે તેનો લોટ બાંધી લો. તમે ઈચ્છો તો તેમાં જીણા સમારેલા તમારી પસંદગીમા શાક પણ નાખી શકો છો. લોટ બંધાઈ ગયા બાદ તેને અમુક મિનિટો સુધી સાઈડમાં મુકી રાખો.

હવે જે રીતે પરોઠા વણીએ છીએ તે રીતે તેને વણી લો અને ધી લગાવીને તેને ત્રીકોણ સેપ આપીને ફરી વણી લો. હવે તેને ગરમ તવા પર શેકો. તેને જરૂર મુજબ ઓઈલ પણ લગાવતા રહો અને ગોલ્ડન બ્રાઉન થવા સુધી શેકો. તમે ઈચ્છો તો તેને લચ્ચા પરાંઠાનો આકાર પણ આપી શકો છો. આ પરોઠાને બાળકોના ટીફિનમાં પણ ભરી શકો છો અથવા તો ગરમા ગરમ બ્રેક ફાસ્ટમાં પણ ખાઈ શકો છો.

Read Also

Related posts

રાજ્ય બહારના કામદારોને હવે મુસાફરી ભથ્થું આપવું પડશે, 3 મજૂર બીલ પસાર થયા, કામદારોનું શોષણ હવે હદ વટાવશે

Dilip Patel

સામાજિક સુરક્ષા કે અસુરક્ષા કાયદો / હવે કાયમી નોકરી ગઈ, કરાર આધારે નોકરીએ રખાશે, એક વર્ષની નોકરી હશે તો પણ ગ્રેચ્યુઈટી અપાશે

Dilip Patel

બિહારની ચૂંટણી: આ 10 મુખ્ય પ્રધાનો એક વર્ષ પણ તેમની ખુરશી ટકાવી શક્યા નથી, જાણો ઇતિહાસ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!