ફણગાવેલાં મઠ સ્વાદ અને સ્વાસ્થ્યનું સંગમ છે. સવારે નાસ્તા માટે આ બહુજ લાઈટ રહે છે. ફણગાવેલાં બીન્સ પાચન એન્ઝાયમસનો મુખ્ય સ્ત્રોત છે. ખાસ કરીને તેમાં એમીનો એસિડ, વિટામિન, પ્રોટીન વગેરે ભરપુર માત્રામાં હોય છે. બીન્સને સરળ રીતે ઘરે અંકુરિત કરી શકાય છે. અંકુરિત મઠથી તમે ઘરે ઘણા વ્યંજન બનાવી શકો છો. અહીં અમે મઠને હીંગ અને જીરાના વધાર સાથે બનાવીશું, આ સ્વાદિષ્ટ મઠને તમે કંચુબર સલાડની સાથે સર્વ કરી શકો છો. આજ રીતે તમે ચણા, મગ અને ઘઉં દરેકને અંકુરિત કરી શકો છો. તમે આ વિધિને જરૂર અજમાવો.

સામગ્રી
મઠ 1 કપ, બટાકુ 1 મીડીયમ, લીલુ મરચુ 1-2, આદું-1 નાની ચમચી છીણેલું, તેલ-2 નાના ચમચા, 1 ચમચી જીરુ, હીંગ બે ચપટી, સ્વાદમુજબ મીઠું, ગરમ મસાલો 1/4 નાની ચમચી, ધાણાજીરુ ½ નાની ચમચી, ઝીણી સમારેલી કોથમીર ગાર્નિંશિંગ માટે
કચુંબર બનાવવાની સામગ્રી
- કાકડી 1 મધ્યમ
- ટામેટું-1 મધ્યમ
- લીંબુનો રસ 2 નાની ચમચી
- મીઠું સ્વાદ મુજબ,
- લાલ મરચાનો પાઉડર સ્વાદમુજબ, આમલીની ચટણી, ફુદીનાની ચટણી
બનાવવાની રીત
મઠને વીણીને સરખા ધોઈ લો, હવે તેને 5-6 કપ પાણીમાં આખી રાત પલાડીને રાખો.

અંકુરિત કરવાની રીત
પલાળેલા મઠમાંથી પાણી નીતારીને તેને કપડામાં બાંધી દો. મઠને એક દિવસ સુધી બાંધીને રાખો. અંકુરિત મઠને તમે બે દિવસ સુધી ફ્રિઝમાં સ્ટોર કરીને સાચવી શકો છો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં જીરુ તતડે એટલે હીંગ નાખો. ત્યારબાદ ઝીણુ સમારેલું મરચું અને આદું નાખો તેને થોડી સેકંડ સુધી શેકાવા દો. ત્યારબાદ તેમાં અંકુરિત મઠ, મીઠું,ધાણાજીરુ, અને બધી સામગ્રી નાખીને સારી રીતે મિક્સ કરો, ઢાંકીને બે મિનિટ સુધી ધીમા ગેસ પર ચડવા દો. હવે તેમાં ગરમ મસાલો નાંખો અને એક મિનિટ માટે મઠને ચડવા દો. ગેસ બંધ કરી દો. સ્વાદિષ્ટ મઠ હવે તૈયાર છે. તેની ઉપર કોથમીરથી ગાર્નિંશિંગ કરો. તો તમારો પૌષ્ટિક નાસ્તો તૈયાર છે.
READ ALSO
- PMC કોભાંડ : RBI પ્રતિબંધ મૂકે તે પહેલાં જ અધિકારીઓએ 70 કરોડ ઉપાડી લીધા
- કપડા શું ઉતાર્યા મળવા લાગી ઢગલાબંધ એડલ્ટ ફિલ્મની ઑફર, આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો
- ‘રેપથી બચવા મહિલાઓ કોન્ડમ સાથે રાખે અને સહયોગ આપે’ ડિરેક્ટરનું વિવાદાસ્પદ નિવેદન, આ એક્ટ્રેસે ઝાટકી નાંખ્યો
- આકાશમાંથી પત્નીને લેવા ખાબક્યો વરરાજા, એન્ટ્રી જોઈ આખી જાન થઈ ગઈ ભયભીત
- હવે ઘરે બેઠા મળશે ડીઝલ, ભારત પેટ્રોલિયમે શરૂ કરી આ સેવા