GSTV

રાતનાં ભોજનનો ભાત બચી ગયો હોય તો ના લેતા ટેંશન, ફક્ત 5 મિનિટમાં જ બનાવો નાસ્તા માટે ટેસ્ટી કટલેટ

ભાત ખાવાનું કોને પસંદ ન હોય. પરંતુ જ્યારે ભાત રાત્રે વધારે બની જાય છે અને કોઈ તેને ખાય નહી, તો બાકીના બચેલાં ભાત માથાનો દુખાવો બની જાય છે. ઘણા લોકોને સવારે બાકી બચેલો ભાત ખાવાનું પસંદ હોતું નથી. ઘણા ઘરો એવા છે જ્યાં દરરોજ બાકી બચેલાં ચોખાનું શું કરવું તેની સમસ્યા હોય છે. જો તમે પણ રાત્રે ભાત બનાવતા હો અને તે બચી જતા હોય તો જરા પણ પરેશાન ન થતાં. અહીં અમે તમને જણાવીશું કે બચેલા ભાતની સ્વાદિષ્ટ કટલેટ કેવી રીતે બનાવવી.

બચેલાં ભાતની કટલેટ બનાવવા માટે જરૂરી વસ્તુઓ

  • રાતના બચેલાં ભાત
  • બાફેલા બટાકા
  • બારીક સમારેલી ડુંગળી
  • ઝીણા કાપેલાં ધાણા
  • છીણેલું આદુ
  • લીલા મરચા
  • આમચૂરનો પાઉડર
  • લાલ મરચાનો પાઉડર
  • હળદર પાવડર
  • ગરમ મસાલો
  • મીઠું
  • રિફાઈન્ડ તેલ
  • ચીઝ

બનાવવાની રીત

પહેલા બટાટાને બાફી લો. કેટલાં બટેટા બાફવા તે ચોખા કેટલા બચ્યા છે તે પ્રમાણે રહેશે. અહીં બે કટોરી ભાત બચ્યા હતા, તેથી અમે તેમાં બે બાફેલા બટાટા છૂંદેલા લીધા છે. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. હવે તેમાં બારીક સમારેલી ડુંગળી, સમારેલી કોથમીર, છીણેલું આદુ, લીલા મરચા નાખો.

આ ઉપરાંત 3-4 ચમચી ચોખાના લોટ, એક ચમચી કેરીનો પાઉડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, એક ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું ચીઝ નાખો. તે બધાને એક સાથે મિક્સ કરો અને હથેળીની મદદથી તેને ગોળ શેપ આપીને ડીપ ફ્રાય કરો. તમે તેને ટામેટાની ચટણી સાથે ખાઈ શકો છો.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!