GSTV
Home » News » પાણીપૂરી બનશે એકદમ લારી કે ઠેલા જેવી, ઘરે બનાવો આ ખાસ મસાલો

પાણીપૂરી બનશે એકદમ લારી કે ઠેલા જેવી, ઘરે બનાવો આ ખાસ મસાલો

ભાગ્યે જ કોઇ એવું હોય જેમે પાણીપૂરી ભાવતી ન હોય. પાણીપૂરી નામ આવે કે પછી સુગંધ ભલભલાના મોંમાં પાણી આવી જ જાય. બીજા ગમે તે ધંધામાં મંદી આવે, પરંતુ પાણીપૂરીના ધંધામાં ક્યારેય મંદી ન આવે. પાણીપૂરીની લારી કે ઠેલા પર ગ્રાહકોની લાઇન લાગેલી જ હોય. ઘણા હેલ્થ કૉન્શિયસ લોકો હવે ઘરે પણ પાણીપૂરી બનાવતા થઈ ગયા છે, પરંતુ ઘરે બનાવેલી પાણીપૂરીનો ટેસ્ટ લારી જેવો ન આવે એટલે પાછા લારીએ તો પાણીપૂરી ખાવા જાય જ. આજે અમે તમારા માટે લાવ્યા છીએ ઘરે જ ખાસ પાણીપૂરી મસાલો બનાવવાની રેસિપિ, જેની મદદથી તમારી પાણીપૂરી પણ બનશે લારી જેવી જ. તો નોંધી લો રેસિપિ અને આ રવિવારે તમે પણ ઘરે જ મજા પૂંટો લારી કે ઠેલા જેવી જ પાણીપૂરી, ગોલગપ્પા કે પૂચકાની…

પાણીપૂરી મસાલો
સામગ્રી

25 ગ્રામ જીરુ
25 ગ્રામ ધાણા
25 ગ્રામ લાલ મરચું પાવડર
50 ગ્રામ આમચૂર પાવડર
10 ગ્રામ મરી પાવડર
1 ટે સ્પૂન સંચળ
ચપટી હિંગ
મીઠું સ્વાદ અનુસાર

રીત

જીરુ અને ધાણાને સુગંધ આવે ત્યાં સુધી શેકીને ઠંડા પાડો. મિક્સર જારમાં તેને બારીક પીસી લો. પછી તેને બાકીની બધી સામગ્રી સાથે મિક્સ કરીને ચાળી લો. એર ટાઇટ ડબ્બામાં ભરી લો.

તૈયાર છે પાણીપૂરી મસાલો. હવે જ્યારે પણ પાણીપૂરી બનાવવાની હોય ત્યારે ઉપયોગમાં લો. બાકીનો મસાલો એરટાઇટ ડબ્બામાં ભરી ફ્રિજમાં મૂકી દો. ત્રણ-ચાર મહિના સુધી નહીં બગડે.

Related posts

સોનાના ઘરેણાની માફક હવે પીવાના પાણી માટે પણ આવશે BIS નિયમ, સરકારે કરી છે આ તૈયારી

Bansari

સોનુ ચોરાય કે ખોવાય તો સમજો ગુરૂ છે અશુભ સ્થાને, આ ઉપાયો કરવાથી દૂર થશે જીવનની મુશ્કેલીઓ

NIsha Patel

‘ભારત મેક ઈન ઈન્ડિયાથી રેપ ઈન ઈન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે’ : કોંગ્રેસના સાંસદનું વિવાદિત નિવેદન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!