નૂડલ્સને આ રીતે આપી જુઓ Twist, બાળકોનું લંચબોક્સ ચોક્કસથી ખાલી પાછુ આવશે

નૂડલ્સ એક એવી ચાઈનીઝ ડિશ છે જે દરેક ભારતીય બાળકની પહેલી પસંદ બની ગઈ છે. આ વાનગી દરેક પાર્ટીમાં જોવા મળશે. બાળકોને તો નૂડલ્સ પ્રિય હોય જ છે પરંતુ મોટા લોકો પણ આ યાદીમાં સામેલ હોય છે. બાળકોને જો લંચબોક્સમાં નૂડલ્સ આપવામાં આવે તો ડબ્બો ચોક્કસથી ઘરે ખાલી આવે છે. પરંતુ નૂડલ્સ રોજ રોજ ખાવા તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. પરંતુ નૂડલ્સને હેલ્ધી રીતે બનાવીને બાળકોને આપવામાં આવે તો માતાની ચિંતા પણ દૂર થઈ જાય છે. તો ચાલો નોંધી લો ફટાફટ નૂડલ્સ બનાવવાની સરળ રીતે.

સામગ્રી

250 ગ્રામ નૂડલ્સ
1 લીટર પાણી
મીઠું સ્વાદાનુસાર
2 કેપ્સિકમ ઝીણા સમારેલા
2 ગાજર ઝીણા ખમણેલા
લસણ ઝીણુ સમારેલું
2 ચમચી સોયા સોસ
2 ચમચી વિનેગર
2 ચમચી મરી પાવડર
4 ડુંગળી લાંબી સમારેલી
1 કપ કોબી ઝીણી સમારેલી
તેલ જરૂર અનુસાર

રીત

સૌથી પહેલા પાણીને મીઠું નાખી તેને ઉકાળો અને તેમાં નૂડલ્સ બરાબર બાફી લો. નૂડલ્સ બરાબર કુક થઈ જાય એટલે તેને ગરમ પાણીમાંથી કાઢી ઠંડા પાણીમાં રાખી સાઈડમાં મુકી દો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બધા જ સમારેલા શાક ઉમેરી અને 2 મિનિટ સાંતળો, ત્યારબાદ તેમાં સોયાસોસ અને વિનેગર ઉમેરો. બધી જ સામગ્રી અને મસાલાને બરાબર હલાવી તેમાં નૂડલ્સ ઉમેરો અને 5 મિનિટ ફાસ્ટ ગેસ પર સાંતળી ગરમાગરમ સર્વે કરો.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter