GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

બાળકો ગાજર ખાવામાં નખરાં કરો તો બનાવો ક્રિસ્પી રોલ, ખાશે હોંશે-હોંશે

શિયાળાની થોડી-થોડી ઠંડક શરૂ થતાં જ માર્કેટમાં સરસ મજાનાં ગાજર આવવાનાં શરૂ થઈ ગયાં છે. ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે. તેમાં પણ ઝડપી વિકસતાં બાળકો માટે ખૂબજ મહત્વનાં રહે છે. પરંતુ મોટાભાગનાં બાળકોને ગાજર સીધાં આપો તો ખાવામાં બહુ નખરાં કરે, એટલે જો તેમને ગાજરમાંથી અવનવી દેખાવમાં અને ટેસ્ટી વાનગીઓ બનાવીને ખવડાવો તો, તેઓ હોંશેહોંશે ખાય જ, સાથે-સાથે તેમને સ્વાસ્થ્ય ફાયદા પણ મળી રહે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ ગાજરના ક્રિસ્પી રોલની રેસિપિ. બાળકોની સાથે -સાથે મોટાં પણ ખાશે હોંશે-હોંશે. વધુમાં જો બાળકોને રોજ લંચબૉક્સમાં શું આપવું એ સમસ્યા સતાવતી હોય તો, એના માટે પણ મળી રહેશે એક નવો ઓપ્શન.

ગાજરના ક્રિસ્પી રોલ
સામગ્રી

પૂરણ માટેની સામગ્રી

ત્રણ ડુંગળી ઝીણી સમારેલી
એક કેપ્સિકમ ઝીણું સમારેલુ
ત્રણ બાફેલા બટાકાનો માવો
એક વાટકી બાફેલા વટાણા
છ ગાજરનું છીણ
બે ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
મીઠું સ્વાદ મુજબ
ખાંડ જરૂર મુજબ
એક ચમચી લીંબુનો રસ
એક ચમચી ગરમ મસાલો
એક ચમચી ચાટ મસાલો
એક ચમચી ચિલી ફ્લેક્સ
વઘાર માટે
તેલ
ચપટી હિંગ
ધાણાજીરું
હળદર


ટોસ્ટનો ભૂકો


પૂરી માટે
અઢીસો ગ્રામ મેંદો
મીઠું સ્વાદ મુજબ
ત્રણ ટીસ્પૂન તેલ મોણ માટે
ત્રણ ટીસ્પૂન મરી પાઉડર
બે ટીસ્પૂન ચિલી ફ્લેક્સ

રીત

એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ, ડુંગળી, આદું-મરચાંની પેસ્ટ નાખી સાંતળી લો. હવે તેમાં કેપ્સિકમ મરચાં ઝીણા સમારેલા નાખો. ગાજરને નીચોવીને પાણી કાઢી લો અને તે નાખો. તેમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લીંબુનો રસ, હળદર, ગરમ મસાલો, ચાટ મસાલો, ધાણાજીરું, ચિલી ફ્લેક્સ, કોથમીર નાખી મિક્સ કરી સાંતળી લો. પછી નીચે ઉતારી બટાકાનો માવો, બાફીને નીતારેલા વટાણા, ટોસ્ટનો ભૂકો નાખી લંબગોળ રોલ વાળી લો. હવે મેંદાના લોટમાંથી લુઆ વાળી મીડિયમ સાઈઝની રોટલી વણી લો. પછી વચ્ચે લંબગોળ રોલ મૂકીને રોટલી પર આજુબાજુએ કાપા પાડી લો. હવે પાણી લગાડી કિનારી ઉપર અને એક પટ્ટી ઉપર બીજી પટ્ટી ક્રોસમાં લગાડી લો. ત્યાર બાદ રોલને તેલમાં મીડિયમ આંચે તળી લો. લાઈટ બ્રાઉન કલરના થાય એટલે કાઢી ઉપર ચાટ મસાલો છાંટી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

Related posts

પહેલા મરધી આવી કે ઈંડુ: વિશ્વાસ નહીં આવે પણ અહીં સાચ્ચે જ મરધીએ ઈંડાની જગ્યાએ બચ્ચાને જન્મ આપ્યો !

Pravin Makwana

કોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત

Mansi Patel

SBIની ગ્રાહકોને ચેતવણી : પાન કાર્ડ અને IT રિટર્નની જાણકારી વગર આટલા લાખથી વધુના ઉપાડ પર આપવો પડશે ટેક્સ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!