GSTV
Home » News » મહેમાનોના સ્વાગત માટે પારંપારિક મુખવાસની સાથે બનાવો ‘આયુર્વેદિક મુખવાસ’ પણ, નહીં થાકે વખાણ કરતાં

મહેમાનોના સ્વાગત માટે પારંપારિક મુખવાસની સાથે બનાવો ‘આયુર્વેદિક મુખવાસ’ પણ, નહીં થાકે વખાણ કરતાં

દિવાળીમાં મહેમાનોનું સ્વાગત કરવા અવનવી મિઠાઈ અને ફરસાણની સાથે-સાથે મુખવાસનું પણ બહુ મહત્વ છે. હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યાં, ઘરે-ઘરે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ હશે. કેટલાક લોકો મુખવાસ ઘરે બનાવતા હોય છે તો કેટલાક બજારમાંથી લાવતા હોય છે, પરંતુ બધાંના ઘરે અવનવા મુખવાસ હોય ચોક્કસથી. આજે એ બધાથી થોડો હટકે મુખવાસ બનાવવાની રેસિપિ લાવ્યા છીએ અમે અહીં. અમે લાવ્યા છીએ આયુર્વેદિક મુખવાસ બનાવવાની રેસિપિ. આ મુખવાસ પાચન સુધારવા, પેટની ગડબડ મટાડવા, ગેસ અને એસીડીટી મટાડવા જેવા અનેક ફાયદા આપશે. એટલે મહેમાનોનું સ્વાગત જો આ ખાસ મુખવાસથી કરશો તો, ચોક્કસથી તમારાં વખાણ કરતાં નહીં થાકે.

આયુર્વેદિક મુખવાસ
સામગ્રી

1/4 કપ વરિયાળી
1/4 કપ ધાણાદાળ
1/4 કપ તલ
1 ટેબલસ્પૂન અળસી
1 ટેબલસ્પૂન અજમો
1 ટેબલસ્પૂન સુવા
1/4 કપ સૂકા નારિયેળની છીણ
2 ટેબલસ્પૂન ખડી સાકરનો ભૂકો
1 ચમચી સૂંઠ પાવડર
1 ચમચી જેઠીમધનો પાવડર
1 ચમચી તજ પાવડર
1/2 ચમચી લવિંગ પાવડર

રીત

સૌપ્રથમ એક નોનસ્ટિક પેન કે કડાઈમાં વરિયાળી શેકીને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ તેમાં ધાણાદાળ શેકીને વરિયાળીના બાઉલમાં લઈ લો. ત્યારબાદ તલ શેકી લો. તલને પણ એ જ બાઉલમાં લો. ત્યારબાદ એ જ પેનમાં અળસી પણ શેકી લો અને વરિયાળીવાળા બાઉલમાં એડ કરો. ત્યારબાદ અજમો શેકીને બાઉલમાં લઈ તો. ત્યારબાદ સવા પણ શેકી લો. ત્યારબાદ નારિયેળની કતરણને પણ શેકીને બાઉલમાં કાઢી લો. બધુ આ રીતે વારાફરથી જ શેકવું. એકસાથે શેકવાથી તલ, અળસી વગેરે જલદી દાઝી જશે. હવે આ બધું જ બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ અંદર ખડી સાકરનો ભૂકો, સૂંઠ પાવડર, જેઠીમધ પાવડર, તજ પાવડર અને લવિંગ પાવડર એડ કરી બરાબર મિક્સ કરી લો.

તૈયાર છે આયુર્વેદિક મુખવાસ. આ દિવાળીમાં પરંપરાગત મુખવાસની સાથે-સાથે મહેમાનોનું સ્વાગત કરો આયુર્વેદિક મુખવાસથી પણ, ચોક્કસથી થઈ જશે ખુશ.

Related posts

એક બાદ એક પાકિસ્તાની એક્ટ્રેસ શા માટે અપલોડ કરી રહી છે નગ્ન તસવીરો ? વધુ એક અભિનેત્રીએ ન્યૂડ ફોટો કર્યો શેર

Bansari

જીવન માટે સંઘર્ષ કરી રહ્યાં છે લતા મંગેશકર, ICUમાં તેમના ગીતો જ બન્યાં સૌથી મોટી તાકાત

Bansari

આધારમાં આવી ભૂલ ભારે પડી જશે, સરકાર સીધો ફટકારશે 10 હજારનો દંડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!