આજે ધનતેરસની ઉજવણી કરવામાં આવી રહી છે. પંચાંગ અનુસાર, ધનતેરસ આસો મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી (તેરસ) તિથિના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરી, ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ભગવાન ધન્વંતરી ભગવાન વિષ્ણુના અવતાર છે. ધનતેરસના શુભ અવસર પર લોકો સોના-ચાંદી વગેરે વસ્તુઓની ખરીદી કરે છે. પૂજા સમયે દેવી લક્ષ્મી અને ધન્વંતરી દેવતાને અર્પણ કરવું જોઈએ. આ દિવસે તમે પીળા રંગની મીઠાઈ બનાવીને અર્પણ કરી શકો છો. આ એટલા માટે છે કારણ કે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીને પીળી વસ્તુઓ વધું પસંદ હોય છે. આવી સ્થિતિમાં આજે પૂજા દરમિયાન ચણાના લોટની બરફી અર્પણ કરી શકો છો. તો ચાલો જાણીએ કે બેસનની બરફી બનાવવા માટે તમારે કઈ સામગ્રીની જરૂર છે અને તેને બનાવવાની રીત શું છે.
ચણાના લોટની બરફી બનાવવા માટેની સામગ્રી
- ઘી – 1 કપ
- ખાંડ – અડધો કપ
- ચણાનો લોટ – 1 વાટકી
- એલચી પાવડર – 1 ચમચી
- બદામ- 6-7
- દ્રાક્ષ-6-8
- પિસ્તા-5-6
- દૂધ – ચાર ચમચી
ચણાના લોટની બરફી બનાવવાની રીત
સૌ પ્રથમ ચણાના લોટને સારી રીતે ગાળી લો અને તેને એક વાસણમાં કાઢી લો. હવે તેમાં અડધો કપ ઘી અને દૂધ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ધ્યાન રાખો કે ચણાના લોટમાં ગઠ્ઠો ન રહે. આ માટે ચણાના લોટને હથેળીથી 5-7 મિનિટ સુધી મસળો. ગેસ પર એક તપેલી મૂકો. તેમાં ઘી ઉમેરીને ગરમ કરો. હવે તેમાં ચણાનો લોટ નાખીને ધીમા તાપ પર શેકી લો. જ્યારે તે આછો ગુલાબી થાય ત્યારે ગેસ બંધ કરી દો. તેને એક વાસણમાં કાઢીને ઠંડુ થવા દો. હવે બીજા વાસણમાં ચાસણી બનાવવા માટે પાણી અને ખાંડનો નાખો. તેને ઉકાળીને ચાસણી બનાવવાનો પ્રયાસ કરો. ફરીથી કડાઈમાં ચણાનો લોટ નાખીને ગેસ પર મૂકો અને ધીમે ધીમે તેમાં ચાસણી નાખો. તેને સતત હલાવતા રહો. ધીમે ધીમે ચણાનો લોટ ખાંડની ચાસણી સાથે ભેળવાય જાય પછી ગેસ પરથી ઉતારી લો.
થાળીમાં થોડું ઘી લગાવો. ચણાનો લોટ થાળીમાં મૂકીને સારી રીતે ફેલાવો. તેને થોડીવાર આમ જ રહેવા દો જેથી તે સ્થિર થઈ જાય. હવે બધા સુકા ફળને સારી રીતે છીણી લો. તેને આખા ચણાના લોટ પર રેડો. ઢાંકીને એકથી બે કલાક માટે છોડી દો. જેના કારણે ચાસણીને કારણે બરફી જામી જશે. હવે તેને ચોરસ આકારમાં કાપી લો. ધનતેરસ પૂજાના અવસરે દેવી લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીને ચઢાવવા માટે સ્વાદિષ્ટ ચણાના લોટની બરફી તૈયાર છે. પૂજામાં ભોજન અર્પણ કર્યા પછી આ પ્રસાદ દરેકમાં વહેંચો અને તેને ખાવાનો આનંદ લો.
GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/FlJNeW1uc19L5eP2UAglv3
GSTVની એપ ડાઉનલોડ કડવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1
READ ALSO
- Solar Highway / UPમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત
- India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ
- તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો