પીજી મેડિકલ નીટ-કાઉન્સેલિંગમાં અનામત મુદ્દે સુપ્રીમકોર્ટમાં ચાલતા કેસમાં કેન્દ્ર સરકારે ઈડબલ્યુએસ અનામત માટે આવકમર્યાદાની સમીક્ષા કરવાનું જણાવી કમિટી રચવા કહ્યુ છે અને જે સાથે પીજી મેડિકલ કાઉન્સેલિંગ પ્રક્રિયા હવે એક મહિનો માટે સ્થગિત કરી દેવાઈ છે.જેને લીધે હાલ મેડિકલ કોલેજોમાં પીજીનો અભ્યાસ કરતા અને હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા સેકન્ડર યર અને થર્ડ યર રેસિડેન્ટ ડોક્ટરો પર વર્કલોડ વધશે .જેને લઈને આ મુદ્દે આવતીકાલે ૨૬મીથી ગુજરાત સહિત દેશભરના રેસિડેન્ટ ડોક્ટરો-જુનિયર ડોક્ટરો આંદોલન પર ઉતરશે.જ્યારે ૨૯મીએ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પાડી ઓપીડી સેવાથી અળગા રહેશે.

જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા નીટ-પીજી કાઉન્સેલિંગ સ્થગિત કરાતા આંદોલનની જાહેરાત કરવામા આવી છે.બી.જે.મેડિકલ ખાતેના જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા નેશનલ લેવલના જુનિયર-રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનો સાથે ચર્ચા કર્યા બાદ હડતાળ પાડવાનું પણ નક્કી કરવામા આવ્યુ છે.આવતીકાલે ૨૭મીએ સવારે ૧૦ વાગે તમામ રેસિડેન્ટ ડોક્ટરો બી.જે.મેડિકલ કોલેજ ખાતે એકઠા થશે અને પીજી ડાયરેકટરને આવેદનપત્ર આપશે તેમજ બ્લેક રિબન પહેરીને ફરજ બજાવશે. ઉપરાંત રાત્રે હોસ્પિટલ કેમ્પસમાં તમામ રેસિડેન્ટ ડોક્ટરો સાથે મળીને કેન્ડલ માર્ચ યોજશે.જ્યારે ૨૯મીએ તમામ રેસિડેન્ટ ડોક્ટરો ઓપીડી સેવાથી અને સવારે ૯થી૫ની રૃટિની સર્વિસમાંથી પણ અળગા રહીને હડતાળ પાડશે.

બીજી બાજુ ફેડરશેન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશનના ડોક્ટર્સ એસો.દ્વારા ૨૯મી અને ૩૦મીએ ટોકન સ્ટ્રાઈક કરવામા આવશે અને ૧લી ડિસેમ્બરે રાષ્ટ્રીય સ્તરે ઓપીડી સર્વિસ બંધ કરવામા આવશે તેમજ અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરવામા આવશે.ઉપરાંત રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા જિલ્લા કલેકટરોને મેમોરન્ડ પણ અપાશે.અગાઉ જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા વડાપ્રધાનને પીજી મેડિકલ કાઉન્સેલિંગ મુદ્દે કોર્ટ કેસમાં તાકીદે નિકાલ લાવવા તાકીદે કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૃ કરવા અપીલ પણ કરાઈ હતી.

જ્યારે હવે જાન્યુઆરી સુધી કાઉન્સેલિંગ પ્રક્રિયા સ્થગિત થઈ જતા રેસિડેન્ટ ડોક્ટરોમાં ભારે રોષ ફેલાયો છે અને રેસિડેડન્ટ ડોક્ટરોની ફરિયાદ છે કે દોઢ વર્ષથી પીજી મેડિકલની પ્રથમ વર્ષની બેચ આવી જ નથી જેથી ફર્સ્ટ યર રેસિડેન્ટ મળ્યા જ નથી,બીજા વર્ષના રેસિડેન્ટ અને ત્રીજા વર્ષના રેસિડેન્ટ કોરોનામાં દોઢ વર્ષથી સતત ફરજ બજાવી રહ્યા છે ઉપરાંત થોડા મહિમાં ત્રીજા વર્ષના રેસિડેન્ટની ફાઈનલ પરીક્ષા હોવાથી તેઓ તૈયારીમાં પણ લાગશે.હાલ દેશની મેડિકલ કોલેજોના ૮૫ હજાર રેસિડેન્ટ ડોક્ટરો પર ખૂબ જ ભારણ વધ્યુ છે વધુ મહિના માટે કાઉન્સેલિંગ સ્થગિત કરાતા રેસિેડન્ટ ડોક્ટરો કફોડી હાતલમાં મુકાશે.
READ ALSO
- રક્ષા બંધનના પર્વે ગોઝારી ઘટના: આણંદના સોજીત્રામાં ત્રિપલ અકસ્માત, ઘટના સ્થળે જ 6ના મોત
- શિક્ષિકા બની છેતરપિંડીનો શિકાર / પાન અપડેટ કરવું મોંઘુ પડ્યું, ખાતામાંથી ઉડી ગયા 1 લાખ
- સરકાર ક્યારે સાંભળશે? છેલ્લા 72 કલાકથી આમરણાંત ઉપવાસ પર વેટરનરી તબીબો, કેટલાકની તબિયત લથડી
- નીતિશ કુમારના પગલાથી શિવસેના ખુશ, ભાજપ વિરુદ્ધ સર્જાયુ તોફાન
- કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું