GSTV
Home » News » રાજ્યના આ શહેરનો હિરા ઉદ્યોગ આવ્યો મંદીની ઝપેટમાં, હજારો કારીગરો થયા બેકાર

રાજ્યના આ શહેરનો હિરા ઉદ્યોગ આવ્યો મંદીની ઝપેટમાં, હજારો કારીગરો થયા બેકાર

હાલ ભાવનગરમાં હીરાની ચમક આડે મંદીની ઝાંખપ આવી છે. જો કે તેજી મંદીની થપાટો ખાઈને ખડતલ બની ચુકેલા હીરા ઉદ્યોગમાં આ વર્ષે પણ ફરી મંદીનો માહોલ સર્જાયો છે. હાલ સુરતના હીરા ઉદ્યોગની મંદીની અસર છેક સમગ્ર સૌરાષ્ટ્ર સહીત ભાવનગર જીલ્લામાં પણ વર્તાઈ રહી છે. ભાવનગરમાં મોટા ભાગના હીરાના કારખાનામાં વેકેશનના બહાને બંધ થઇ રહ્યા છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં ડાયમંડ ઉદ્યોગ હજારો લોકોને રોજગારી પૂરી પાડે છે. આ હીરા ઉદ્યોગમાં સમયાંતરે મંદીનું મોજું જોવા મળે છે. હાલ ભાવનગર શહેર અને જિલ્લામાં ચાલતા નાના કારખાનેદારો પોતાના નાના યુનિટો બંધ કરી રહ્યા છે. જેના કારણે હજારો હીરા પર નભતા લોકો બેકાર બની રહ્યા છે. આ વર્ષે ૩૦ ટકા કરતા વધુ હીરાના કારખાના બંધ થઈ ગયા છે. સામાન્ય રીતે હીરાઉદ્યોગમાં મંદી મોજુ ફરી વળે છે ત્યારે મોટા અકલ્પનિય સોદાબાજો ઉઠામણાં કરી નાંખે છે. જેના કારણે નાના વેપારીઓને પડ્યા ઉપર પાટુ જેવી હાલત સર્જાય છે.

READ ALSO

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!