કોરોના વાયરસના સંકટની વચ્ચે 17 નવેમ્બરે બીજી વાર જીડીપી ગ્રોથના આંકડા આવ્યા છે. નાણાકીય વર્ષ 2020-21માં પ્રથમ ક્વાર્ટરમાં 23.9 ટકા નેગેટિવમાં રહ્યો છે. જેની સરખામણીએ બીજા ક્વાર્ટરમાં ગ્રોથમાં રિકવર થઈને -7.5 રહ્યો છે. ગત ત્રિમાસિકમાં એટલે કે જૂનમાં ભારતીય અર્થવ્યવસ્થામાં લગભગ 24 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
GDP at constant (2011-12) prices in Q2 of 2020-21 is estimated at Rs 33.14 lakh crores, as against Rs 35.84 lakh crores in Q2 of 2019-20, showing a contraction of 7.5% as compared to 4.4% growth in Q2 of 2019-20: Ministry of Statistics & Programme Implementation
— ANI (@ANI) November 27, 2020
શું હોય છે મંદી
અર્થવ્યવસ્થામાં માન્ય પરિભાષા મુજબ જો કોઈ દેશનો જીડીપી સતત બે ત્રિમાસિક સુધી નેગેટિવ રહે છે, એટલે કે ગ્રોથની જગ્યાએ ધબડકો થાય છે, તો મંદીની હાલત માની લેવામાં આવે છે. આ હિસાબે જો બીજા ત્રિમાસિકમાં ભારતનો જીડીપી વાસ્તવમાં નેગેટિવ રહ્યો તો એવુ જ કહી શકાય છે કે, દેશમાં મંદી આવી ગઈ છે.

Quarterly GVA at basic prices at constant (2011-12) prices for Q2 of 2020-21 is estimated at Rs 30.49 lakh crores, as against Rs 32.78 lakh crores in Q2 of 2019-20, showing a contraction of 7%: Ministry of Statistics & Programme Implementation https://t.co/P96j4dob68
— ANI (@ANI) November 27, 2020
કોર સેક્ટરની વાત કરીએ તો, ઓક્ટોબરમાં ગ્રોથ -2.5 ટકા રહ્યો, જે સપ્ટેમ્બરના 0.8 ટકાની સરખામણીએ ઓછો છે. કોલસા, કાચુ તેલ, સ્ટીલ, પેટ્રો, રિફાઈનીંગ, વિજળી અને નેચરલ ગેસ ઉદ્યોગોને કોઈ પણ અર્થવ્યવસ્થાનો પાયો માનવામાં આવે છે. આ સેક્ટરો કોર સેક્ટર કહેવામાં આવે છે.
આપને જણાવી દઈએ કે, ભારતીય રિઝર્વ બેંક સહિત દેશ અને વિદેશની નાણાકીય એજન્સીઓને કોરોના વાયરસની અસરના કારણએ સપ્ટેમ્બરના ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ નકારાત્મક રહેવાનું અનુમાન લગાવ્યુ હતું. માર્ચ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 3.1 ટકા હતું. આ જ કારણે નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન જીડીપી ગ્રોથ ફક્ત 4.2 ટકા રહ્યો હતો.
READ ALSO
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત