બાળકો જ નહી મોટા પણ ચાટશે આંગળા, ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ચીલી

જો બાળકોને કંઇક ટેસ્ટી અને હેલ્ધી બનાવીને આપવું હોય તો પનીર ચીલી એક સારો વિકલ્પ છે. આ રેસિપી ઝડપથી બની પણ જશે અને ફક્ત બાળકો જ નહી મોટેરાઓ પણ આંગળા ચાટતાં થઇ જશે.

સામગ્રી-

પનીર – 35 ગ્રામ (કાપેલા)

મકાઈનો લોટ – અડધો કપ

દહી -1 કપ

આદું લસણની પેસ્ટ -1 નાની ચમચી

ડુંગળી-2 કપ

લીલ મરચાં -2 મોટી ચમચી

સોયા સૉસ- 1 મોટી ચમચી

વિનેગર – 2 નાની ચમચી

અજિનોમોટો – 1 ચમચી

તેલ -ડીપ ફ્રાઈ માટે

મીઠું -સ્વાદપ્રમાણે

 

બનાવવાની રીત-

એક વાટકીમાં મકાઈનો લોટ , આદું લસણના પેસ્ટ ,દહી અને પનીર નાખી મિક્સ કરી લો. મિશ્રણને પનીર પર કૉટ થઈ જાય. એક પેનમાં તેલ ગરમ કરી  પનીરને સોનેરી ફ્રાઈ કરો અને કાઢી લો.

2 નાની ચમચી તેલ પેનમાં નાખો અને ડુંગળીને હલાવતા ગુલાબી થવા દો. લીલા શિમલા મરચા , સોયા સૉસ ,સિરકા , અજિનોમોટો નાખી 2 મિનિટ પકાવું. ફ્રાઈ કરેલું પનીર નાખો અને મિક્સ કરો. તૈયાર છે ચટપટુ પીનર ચીલી

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter