GSTV

હોન્ડાએ પાછા ખેંચ્યા એકટીવા, ગ્રેઝીયા અને એવિએટર

Last Updated on April 2, 2018 by

હોન્ડા કંપનીના ત્રણ સ્કુટરમાં ખામી સર્જાઈ છે. કમ્પનીએ હાલમાં જ લોન્ચ કરેલા Activa 125, ગ્રાઝીયા અને એવિએટરના ઘણા યુનિટ્સને પાછા ખેંચ્યા છે. આ સ્કુટરમાં આગલામાં ભાગમાં લાવેલો બોલ સખ્ત હોય કંપનીએ હોન્ડાના કુલ 56,194યુનિટને પાછા ખેંચવાનો ફેસલો લીધો છે.  દેશભરમાં આવેલા હોન્ડા સર્વિસ સેન્ટર પર તેને ચેક કરવામાં આવશે.તો જરૂરત હશે તો બોલને બદલો આપવામાં આવશે.આ બોલને ફ્રીમાં જ બદલી આપવામાં આવસે. ડીલરશીપ દ્વારા  તેનો જાણકારી ગ્રાહકોને આપવામાં આવશે.

એકટીવા 4 G અને એકટીવા 5G ને પાછા ખેંચવામાં નહી આવે . કંપની દ્વારા 7 ફેબ્રુઆરી 2018થી 16 માર્ચ 2018ના એકટીવા125, ગ્રાઝીયા, અને એવિએટરના યુનિટસને ચેક કરવામાં આવશે.

હોન્ડાએ તેની વેબસાઇટના કેમ્પેન પેજ પર આ માહિતી આપી છે. આ પેજના નીચેઈ તરફ  વ્હીકલિ આઈડેન્ટિફિકેશન નંબર (વીઆઇએન) બોક્સ છે જ્યાં તમે તમારા સ્કૂટરની VIN નંબર દાખલ કરો તેની માહિતી મેળવી શકો છો. વધુમાં, કસ્ટમર્સને તેની માહિતી મેસેજ, ઈ-મેલ અથવા ફોન કોલ દ્વારા આપવામાં આવે છે.

કંપની દ્વારા ભારતમાં ઠોસ વરસો પહેલા જ હોન્ડા એકટીવા 125 અને એવિએટર લોન્ચ કરવામાં આવ્યા હતા. પરંતુ ગ્રેજિયા કંપનીની નવી ફ્લેગશિપ સ્કૂટર છે, જે તાજેતરમાં લોન્ચ કરવામાં આવી છે. ગ્રેજિયા અને એક્ટીવ125માં 125 સીસી એન્જિન છે. જે 8.5 બીએચપી પાવર અને 10.5 ન્યૂટન મીટર ટોર્ક જનરેરેટ કરે છે. વળી, હોન્ડા એવિએટરમાં 110 સીસીનું એન્જિન છે જે 8 બીએચપીનું પાવર અને 8.77 ન્યૂટન મીટર ટોર્ક જનરેરેટ કરે છે. આ એન્જિન નવી ઍક્ટિવા  5 જીમાં પણ છે

 

 

 

Related posts

મોટી રાહત: એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર વોટ્સએપ અથવા મિસ્ડ કરીને પણ બુક કરાવી શકશો ગેસ સિલેન્ડર

Pravin Makwana

Banking Alert / બેંક ગ્રાહકો થઇ જાય સાવધાન! જો તમારા ફોનમાં છે આ એપ્લિકેશન તો તરત કરી દો ડિલીટ, નહીંતર અકાઉન્ટ થઇ જશે ખાલી: જુઓ લિસ્ટ

Vishvesh Dave

Automobile / Tataની સસ્તી SUV મચાવશે ધમાલ! 5 લાખ રૂપિયા હોઈ શકે છે કિંમત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!