GSTV
Ahmedabad ગુજરાત

સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં શરૂ કરાયેલી એકમ કસોટીમાં ફરી છબરડો

સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં શરૂ કરાયેલી એકમ કસોટીમાં ફરી છબરડો સામે આવ્યો છે. દર શનીવારે લેવામાં આવતી એકમ કસોટીના ધોરણ-4ના હિન્દીના પેપરમાં ભૂલ સામે આવી છે. માર્ચમાં ચલાવાતા અભ્યાસક્રમના પાઠનો પ્રશ્ન પેપરમાં પૂછવામાં આવ્યો. પેપરમાં પ્રશ્ન નંબર 5 પાઠ્યપુસ્તકના છેલ્લા એકમમાંથી લેવાયો છે. જે ખરેખર માર્ચ મહિનામાં ચલાવવાનો હોય છે. 22 ડિસેમ્બરથી શરૂ થયેલી એકમ કસોટીમાં અત્યાર સુધી અનેક છબરડાઓ સામે આવ્યા છે. પરિણામે શિક્ષકોમાં પણ રોષ પ્રવર્તી રહ્યો છે. શિક્ષકોનું કહેવું છે કે વિદ્યાર્થીઓની ગુણવત્તા માપતા પહેલા સરકારે ગુણવત્તાવાળા પેપર કાઢવા જોઇએ.

Related posts

સુરત /  ડ્રગ્સ માફિયા અલારખ્ખાની મિલકત પર ફરી વળ્યું સરકારી બુલડોઝર, દ્વારકા બાદ સુરતમાં કાર્યવાહી

Hemal Vegda

અમદાવાદ / પનીરમાંથી નીકળી જીવાત, હોટેલ દેવ પેલેસ સહીત ત્રણ એકમો સીલ

Hemal Vegda

સુરેન્દ્રનગરના વસ્તડીમાં રચાયો ઇતિહાસ, 25000થી વધુ રાજપૂતોએ એક સાથે કર્યું શસ્ત્રપૂજન

Hemal Vegda
GSTV