GSTV
India News ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં આખરે એન્ટ્રી / બળવાખોર ધારાસભ્યોનું મુંબઈમાં આગમન, ભાજપ-શિંદે જૂથની સંયુક્ત બેઠક

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારને ઉથલાવી શિવસેના બળવાખોર નેતા મહારાષ્ટ્ર નવા નાથ બની ગયા છે જ્યારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બન્યા છે. ત્યારે 11 દિવસ પછી શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની મહારાષ્ટ્રમાં આજે રાતે એન્ટ્રી થઈ ગઈ છે જ્યાં એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું એરપોર્ટથી તમામ ધારાસભ્યો હોટલ તાજ પ્રેસીડેન્સી પહોંચી ગયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ જ હોટલમાં ભાજપ અને શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની સંયુક્ત બેઠક યોજાવાની છે જેમાં આગામી રણનીતી ઘડાશે.

બીજી બાજુ મહાવિકાસ અઘાડીએ વિધાનસભા સ્પીકર પદ માટે પોતાના ઉમેદવારનું નામ જાહેર કરીને સૌને આંચકો આપ્યો છે. સ્પીકર પદ માટે એનડીએ તરફથી ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરને ઉતારવામાં આવ્યા છે અને તેમના સામે શિવસેનાના ધારાસભ્ય રાજન સાલ્વી મેદાનમાં ઉતાર્યા છે.

નોંધનીય છે કે, બે દિવસીય વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે એટલે કે આવતીકાલે 3 જુલાઈના રોજ સ્પીકરની ચૂંટણી યોજાશે. નાના પટોલેએ સ્પીકર પદ છોડ્યું ત્યારથી તે પદ ખાલી પડ્યું છે. આગામી 4 જુલાઈના રોજ ટીમ શિંદેએ ફ્લોર ટેસ્ટનો સામનો કરવો પડશે. મુખ્યમંત્રી એકનાથ શિંદે દાવો કર્યો છે તેમની પાસે 170 ધારાસભ્યનું સમર્થન છે.

Read Also

Related posts

કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ

GSTV Web Desk

મોદીના ફરમાન પછી સંઘે તિરંગો અપનાવ્યો, કચવાટ થતાં ઈતિહાસ બદલાયો

GSTV Web Desk

મેડિકલ-એન્જીનિયરિંગ માટે એક જ એન્ટ્રન્સ ટેસ્ટ, મોદી સરકાર કરી રહી છે મોટા ફેરફારો

Hardik Hingu
GSTV