મહારાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડીયાથી ચાલી રહેલા સતત રાજકીય ઘમાસણમાં દાઉદ ઈબ્રાહીમની પણ એન્ટ્રી થઈ ગઈ છે, શિવસેનાના અસંતુષ્ટ નેતા અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદેએ પાર્ટી નેતૃત્વ પર નિશાન સાધતા દાઉદ ઈબ્રાહિમનું નામ લીધું અને જણાવ્યું કે જેમનો સંબધ દાઉદસાથે છે તેમને સમર્થન કઈ રીતે આપી શકીએ.

દાઉદ સાથે જેના સંબંધો તેને કોણ સમર્થન આપી શકે છે: શિંદે
એકનાથ શિંદેએ ટ્વિટ કર્યું અને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે બાળ ઠાકરેની પાર્ટી દાઉદ ઈબ્રાહિમ સાથે સીધો સંબંધ ધરાવતા લોકોને કેવી રીતે સમર્થન આપી શકે છે, જેણે સંખ્યાબંધ બોમ્બ બ્લાસ્ટ કરીને નિર્દોષ મુંબઈકરોની હત્યા કરી તે માટે તે જવાબદાર છે. તેમણે કહ્યું કે આવા સમર્થનના વિરોધમાં તેમના અને અન્ય ધારાસભ્યોએ બળવાનો ઝંડો ઉઠાવ્યો છે અને તેઓ બાળ ઠાકરેની શિવસેનાને બચાવવા માટે પોતાના જીવની પરવા કરતા નથી.
मुंबई बाँबस्फोट घडवून निष्पाप मुंबईकरांचा जीव घेणाऱ्या दाऊदशी थेट संबंध असणाऱ्यांना हिंदुहृदयसम्राट वंदनीय बाळासाहेब ठाकरे यांची शिवसेना समर्थन कशी करू शकते…?
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) June 26, 2022
यालाच विरोध म्हणून उचललेलं हे पाऊल; आम्हा सर्वांना मृत्यूच्या दारात घेऊन गेले तरी बेहत्तर..#MiShivsainik @rautsanjay61
એકનાથ શિંદેએ ટ્વિટમાં શું કહ્યું?
એકનાથ શિંદેએ ટ્વીટ કર્યું, ‘હિન્દુ હ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેની શિવસેના એવા લોકોને કેવી રીતે સમર્થન આપી શકે જેમના દાઉદ સાથે સીધો સંબંધ છે, જેમણે મુંબઈ વિસ્ફોટોને અંજામ આપીને નિર્દોષ મુંબઈકરોની હત્યા કરી હતી? તેનો વિરોધ કરવા માટે અમે આ પગલું ભરી રહ્યા છીએ. ભલે આ પગલું આપણને મૃત્યુની અણી પર લઈ જાય, અમને કોઈ પરવા નથી.
જો તમે તમારો જીવ ગુમાવશો તો તમને ભાગ્યશાળી માનીશ: એકનાથ શિંદે
અન્ય એક ટ્વીટમાં શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેએ કહ્યું હતું કે શિવસેના અને બાળ ઠાકરેની વિચારધારાનું રક્ષણ કરતા તેમનું મૃત્યુ થશે તો તેઓ પોતાને ભાગ્યશાળી માનીશ. તમને જણાવી દઈએ કે આ બંને ટ્વીટમાં તેમણે શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને ટેગ કર્યા હતા, જોકે અત્યાર સુધી તેમના તરફથી કોઈ જવાબ આવ્યો નથી.
READ ALSO
- મમતા બેનર્જીના ટ્વિટર પરથી ગાયબ થયો જવાહરલાલ નેહરુનો ફોટો, કોંગ્રેસ ભડકીઃ આપ્યો આ રીતે જવાબ
- કાળો કેર/ ગુજરાતમાં 91 હજાર પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત, 24 કલાકમાં 110 પશુઓનો ઘાતક વાયરસે લીધો ભોગ
- બ્રહ્માસ્ત્ર ફ્લોપ જવાના ડરથી કરણની ઊંઘ હરામ, ટ્વીટર પર બોયકોટનો શરૂ થયો ટ્રેન્ડ
- ચોરીની ઘટના/ ફ્લિપકાર્ટ કંપનીની ડિલિવરી એજન્સીમાં ગન પોઇન્ટ પર 19 લાખની લૂંટ, બાઈક સવારો ફરાર
- રિઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો કર્યા બાદ આ બેંકે પણ પોતાના ગ્રાહકો પર વધારી દીધો લોનનો બોજ