GSTV
Life Relationship Trending

રિલેશનશીપ/ પુરુષો શા માટે પોતાના કરતાં મોટી ઉંમરની મહિલાઓ પ્રત્યે આકર્ષાય છે? આ છે 9 મોટા કારણો

પુરુષો

એવા અનેક કપલ્સ છે જેમાં પુરુષની ઉંમર તેની પત્ની અથવા પાર્ટનર કરતાં ઓછી હોય. એટલે કે ઘણા પુરુષો આ કોન્સેપ્ટ પ્રત્યે આકર્ષાય છે. આપણે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ, સૈફ અલી ખાન અને અમૃતા સિંહ, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન જેવા અનેક સેલેબ્રિટિઝના ઉદાહરણો પણ જોયા જ છે.

આ કંઇક નવું છે, છતાં આજે આ આપણા સમાજમાં એક સામાન્ય બાબત પણ બની ગઇ છે. એવા ઘણા પુરુષો છે જેમણે સ્વીકાર્યુ છે કે એવા કેટલાંક કારણો છે જેના લીધે તેઓ તેમનાથી વધુ ઉંમરની મહિલા પ્રત્યે આકર્ષાયા છે અને તેમને પોતાની પત્ની કે પાર્ટનર બનાવવા ઇચ્છે છે. તો એવા કયા કારણો છે જેના લીધે પુરુષો પોતાના કરતાં વધુ ઉંમરની મહિલાઓ પ્રત્યે આકર્ષાય છે ચાલો જાણીએ….

પુરુષો

પુરુષોને પોતાનાથી વધુ ઉંમરની મહિલાઓ કેમ પસંદ છે? આ રહ્યાં કારણો

તેઓ પરિપક્વ અને અનુભવી છે. તેથી તેઓ સારા સંરક્ષણવાદી, જવાબદાર અને ગંભીર હોય છે.

તેઓ હંમેશા પંચાત જ નથી કરતાં. તેઓ અનુભવી હોય છે, તેથી તેઓ જાણે છે કે વિચિત્ર વ્યક્તિઓને કેવી રીતે સંભાળવા. તેથી તેમણે પોતાની હતાશા કે ગુસ્સો ઠાલવવા માટે પોતાના પાર્ટનર સાથે ગોસિપ કરવાની જરૂર નથી. તેઓ પરિપક્વતાથી આ સ્થિતિને સંભાળી શકે છે.

પુરુષો

તેમનામાં આત્મવિશ્વાસ ભરપૂર હોય છે અને તેઓ પોતાનું આત્મ સન્માનને સતત વધારતા રહે છે. તેથી તેઓ પોતાની જાતને સાચી પુરવાર કરવા માટે ગમે તે દલીલોમાં સરળતાથી કૂદી નથી પડતાં. તેઓ જાણે છે કે વિષમ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરવો.

જાતીય પરિપક્વતાએ સૌથી મહત્વના કારણોમાંથી એક છે. યુવા પુરુષોએ તે સ્વીકાર્યુ છે કે તેમનાથી વધુ ઉંમરની પાર્ટનર સંભોગમાં યુવા મહિલાઓ કરતાં વધુ સારી હોય છે.

તેમની પરિપક્વતા એ હદે હોય છે કે તે પુરુષોને રિલેશનશિપમાં જકડી નથી રાખતા. તેઓ પોતાના પાર્ટનરને પર્સનલ સ્પેસ અને ટાઇમ આપવામાં માને છે અને તેનુ માન પણ રાખે છે.

પુરુષો

વધુ ઉંમરની મહિલા ભાવનાત્મક રીતે પણ પરિપક્વ હોય છે. રિલેશનશિપના મુશ્કેલીભર્યા સમયમાં તેઓ બિનજરૂરી ડ્રામા નથી કરતી જે પુરુષોને ગુસ્સો અપાવે. તેઓ પોતાના ઇમોશનને સારી રીતે સંભાળવાનું જાણે છે.

વધુ ઉંમરની મહિલાને ડેટ કરવાનો અર્થ એ છે કે તમને દરરોજ કંઇક નવુ શીખવા કે જાણવા મળશે. પુરુષોને તેમના પાર્ટનર સાથે રોજ નવા અનુભવો થઇ શકે છે.

પુરુષો

વધુ ઉંમરની મહિલાઓ નાણાકીય બાબતોમાં પણ ઘણી મેચ્યોર હોય છે. તેઓ આર્થિક જવાબદારીઓ પોતાના ખભા પર લઇ લે છે અને તેમના પાર્ટનર પર ઓછુ ભારણ આવવા દે છે. આ વધુ એક કારણ છે જેના લીધે પુરુષોને પોતાના કરતાં વધુ ઉંમરની મહિલાઓ પસંદ છે.

જ્યારે બંને પાર્ટનર પોતાની રીતે પરિપક્વ હોય ત્યારે રિલેશનશિપમાં પરસ્પરની સમજણ અને સન્માન હોય છે.

Read Also

Related posts

એશિયા કપ 2023ની યજમાની માટે હજુ પણ વલખા મારતું પાકિસ્તાન : જાણો ICCની બેઠકમાં શું થયું?

Padma Patel

પુષ્પાના બીજા ભાગમાં બોલીવૂડના સ્ટારનો કેમિયો, સિક્વલનું બજેટ થયું ડબલ

Siddhi Sheth

હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ

Siddhi Sheth
GSTV