GSTV

Energy Crisis / વધુ એક સંકટના ભણકારા, આખરે કેમ થઇ રહી છે કુદરતી ગેસની અછત

Last Updated on October 13, 2021 by Pritesh Mehta

કોલસાના સંકટ વચ્ચે દુનિયા હવે કુદરતી ગેસની અછતનો સામનો કરી રહી છે. યુરોપના કેટલાક દેશ એવા છે જ્યાં નેચરલ ગેસની અછત સર્જાઈ છે. જેના કારણે નેચરલ ગેસની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે નેચરલ ગેસની અછત કેમ સર્જાઈ તે અંગે જોઈએ જીએસટીવીનો વિશેષ અહેવાલ.

કુદરતી ગેસ

કોલસાની અછત વચ્ચે યુરોપના કેટલાક દેશ એવા છે જ્યા નેચરલ ગેસની અછતે ચિંતા વધારી છે. યુરોપના મોટા ભાગના દેશ નેચરલ ગેસ અને પરમાણું ઊર્જા પર નિર્ભર છે. પરંતુ યુરોપના દેશમાં પુરતા પ્રમાણમાં નેચરલ ગેસનો પુરવઠો નથી. જેની સીધી અસર મધ્યમ અને ગરીબ વર્ગ પર પડી છે. નેચરલ ગેસના ભાવ સતત વધી રહ્યા છે.

એક રિપોર્ટ પ્રમાણે બ્રિટનમાં 10 લાખથી વધુ લોકો વર્ષની શરૂઆતમાં  વીજળી કે અન્ય ઊર્જાના સંસાધનોનો ઉપયોગ કરી શકશે નહીં. ઊર્જા નિયામક ઓફજેમને ચેતવણી આપી છેકે, નેચરલ ગેસ અને કોલસાની અછતના કારણે દુનિયાને  ઊર્જા માટે વધારે નાણાનો ખર્ચ કરવો પડશે. એક માસમાં નેચરલ ગેસનું ઉત્પાદન કરતી નવ કંપની બંધ થઈ છે.  આ કંપનીઓ ભાવ વધારો અને ઉત્પાદન ખર્ચને વધારે સમય સુધી સહન ન કરી શકી અને ગેસ ઉત્પાદન કરતી કંપનીઓ બંધ થઈ.

યુકે સ્ટીલના ડિરેક્ટર જનરલ ગ્રેથ સ્ટેસે જણાવ્યુ કે, સરકાર ઊર્જાની કિંમત પર કાબૂ મેળવવામાં નિષ્ફળ ગઈ છે.  જેના કારણે ગેસ ઉત્પાદન કરતી કંપનીઓ બંધ થઈ છે.  યુરોપ બાદ જર્મનીમાં પણ પાવર પ્લાન્ટ બંધ થયા છે. જેથી અહીં વીજ સંકટ ઊભું થયુ છે. અમેરિકામાં પણ નેચરલ ગેસની કિંમતમાં વધારો થયો છે.  આજે દુનિયામાં કોઈપણ દેશ ઊર્જાની જરૂરિયાતને વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને પૂર્ણ કરી શકે તેમ નથી.   જેના કારણે ઊર્જાનું ઉત્પાદન ઓછુ અને તેની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana

‘બાલા’ સ્ટેપ કરતી વખતે રણવીર સિંહે ખોટી જગ્યાએ મારી દીધો હાથ, ફ્યુચર પ્લાનિંગને લઇને અક્ષય કુમારે આપી દીધી આ વોર્નિંગ

Bansari

KBC 13/ સાહિલ અહિરવારના રૂપમાં મળ્યો કેબીસીને બીજો કરોડપતિ, ગાર્ડના દીકરાએ જીત્યા 1 કરોડ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!