GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

IndiGoથી વધારે કમાણી, છતાં પણ 3643 કરોડની ખોટમાં છે Air India

દેશની સૌથી મોટી અને જૂની એવિએશન કંપની એર ઇન્ડિયા મુશ્કેલીમાંથી પસાર થઇ રહી છે. એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સનું મર્જર 2007માં થયુ હતુ. ત્યારથી અત્યાર સુધીમાં એર ઇન્ડિયાને સરેરાશ દર વર્ષે 5000 કરોડ રૂપિયાની ખોટ થઇ રહી છે. 2016-17માં કંપનીએ 3643 કરોડ રૂપિયાની ખોટ થઇ હતી. એર ઇન્ડિયાની પાસે આજે બાજી એરલાઇન્સ કંપનીની સરખામણીએ સૌથી વધારે 142 પ્લેન્સ છે.

કમાણીમાં પણ એર ઇન્ડિયા આગળ છે, ડૉમેસ્ટિક ફ્લાઇટમાં સૌથી વધારે 40% હિસ્સો રાખનારી ઇન્ડિગોની કમાણીથી આશરે 3000 કરોડ રૂપિયા વધારે છે,પરંતુ ખર્ચા એટલા છે કે ગત વર્ષે તેણે ઈન્ડિગોથી આશરે 8000 કરોડ રૂપિયા વધારે ખર્ચ કર્યા. આ કારણે કંપનીને 2016-17માં 3643 કરોડ રૂપિયાની ખોટ થઈ. આ કારણથી કંપનીને 2016-17માં 3643 કરોડ રૂપિયાની ખોટ ગઇ છે, આ તેની નિષ્ફળતાનું સૌથી મોટું કારણ છે.

ખાનગી એવિએશન કંપનીમાં કામ કરતા જૂનિયર કેબિન ક્રૂને દર મહિને આશરે 50 હજાર રૂપિયા મળે છે, પરંતુ એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બરને આશરે બમણી સેલરી એટલે કે 1 લાખ રૂપિયા મળે છે. કર્મચારી અને તેના પરિવારજનોને ફ્રીમાં ટ્રાવેલિંગની સુવિધા પણ મળે છે. જોકે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સીટો ખાલી હોય છે. ઉદાહરણ તરીકે જૂનમાં કંપનીની ફ્લાઇટમાં 77% સીટો જ ભરેલી હતી, જ્યારે ઇન્ડિગોનો આ રેશિયો 87.8% હતો. અન્ય પ્રાઇવેટ એરલાઇન્સ ઘરેલૂ યાત્રા દરમિયાન 15 કિલો સામાન લઇ જવાની સુવિધા આપે છે, જ્યારે એર ઇન્ડિયા 25 કિલોની સુવિધા આપે છે. દેશમાં જ્યારે 2015-16માં દેશમાં 85% ઘરેલુ વિમાન સમયસર ચાલી રહ્યા હતા ત્યારે એર ઈન્ડિયાના માત્ર 78% વિમાન જ સમય પર ચાલતા હતા.

 

Related posts

મે મહિનામાં વસ્ત્રોના વેચાણમાં 84 ટકાનો ઘટાડો; ફેક્ટરીઓ PPE કીટ, ફેસ માસ્ક બનાવવામાં રહી વ્યસ્ત

Mansi Patel

AIIMSની સ્ટડીમાં HCQ કારગર, ‘2-3 મહિનામાં બની જશે Coronaની દવા’

Mansi Patel

માયાવતીએ યોગી સરકારને લીધી આડે હાથ, પ્રવાસી શ્રમિકોને લઈને શાધ્યુ નિશાન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!