GSTV
Health & Fitness Life

તમારી નબળી રોગપ્રતિરાક શક્તિને આ લક્ષણોથી ઓળખો, વધારી શકે છે ચેપનું જોખમ

જો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ સારી હશે, તો આપણે જલ્દી બીમાર નહિ પડીએ. ઘણા લોકો એવા હોય છે જેઓ બહારનો ખોરાક લે અથવા વરસાદમાં ભીંજાઈ તો તરત જ બીમાર પડી જાય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે બહારનું પણ ખાય છે અને જલ્દી માંદા પણ પડતા નથી. તેની પાછળનું કારણ આપણી રોગપ્રતિકારક શક્તિ છે. ઘણા લોકોની રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે, જ્યારે ઘણા લોકોમાં નબળી રોગપ્રતિકારક શક્તિનો સામનો કરે છે. તમને જણાવીશું કે નબળી રોગપ્રતિકારક શક્તિના લક્ષણો શું છે.

સતત ફ્લૂ અથવા શરદી

વારંવાર શરદી અથવા ફ્લૂની સમસ્યાનો સામનો કરવો એ નબળી રોગપ્રતિકારક શક્તિનું કારણ હોઈ શકે છે. જ્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, ત્યારે રોગપ્રતિકારક શક્તિમાં આપણને ખતરનાક વાયરસ અને બેક્ટેરિયાના હુમલાથી બચાવવાની ક્ષમતા રહેતી નથી. જેના કારણે આપણને ફ્લૂ અને શરદી સરળતાથી અને વારંવાર થાય છે. નોંધનીય છે કે વર્ષમાં 2 થી 3 વખત શરદી થવી એ એકદમ સામાન્ય બાબત છે.

પેટની સતત સમસ્યાઓ

રોગપ્રતિકારક શક્તિ પાચંનતંત્રની સ્થિતિ સાથે પણ જોડાયેલી છે. જો તમે નિયમિતપણે પેટની સમસ્યાઓથી પીડાતા હોવ જેમ કે ઝાડા, પેટનું ફૂલવું અને કબજિયાત, તો આ નબળી રોગપ્રતિકારક શક્તિના ચેતવણી ચિહ્નો હોઈ શકે છે. પેટ સંબંધિત કોઈપણ સમસ્યા પ્રત્યે બેદરકાર ન રહો.

વાયરલ તાવ

આળસ અનુભવવી

આળસ અનુભવવી એ પણ નબળી રોગપ્રતિકારક શક્તિની નિશાની છે. તમારો શરીર હંમેશા પેથોજેન્સ સામે લડાઈ લડતો રહે છે, જેથી ઊર્જાનો વપરાશ વધારે છે. જેના કારણે નિયમિત ઊંઘ પછી પણ થાક અને આળસ અનુભવાય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ થાકની સાથે આળસનો અનુભવ પણ કરાવી શકે છે.

Also Read

Related posts

Diwali 2022: દિવાળીએ વાસ્તુ અનુસાર પ્રગટાવો દિવા, ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ; માતા લક્ષ્મીનું થશે આગમન

Hemal Vegda

સારી ઊંઘ માટે કઈ પોઝીશનમાં સૂવું જોઈએ, તમારા સવાલનો અહીં છે જવાબ, જાણો

Hemal Vegda

ચાર બાળકોની માતા સાથે શખ્સે કર્યા લગ્ન, પ્રેમ મેળવવા છોકરાએ છોડ્યું માતા પિતાનું ઘર, લવ સ્ટોરી થઈ વાયરલ

HARSHAD PATEL
GSTV