GSTV

તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો

Last Updated on January 22, 2021 by Ali Asgar Devjani

આજના સમયમાં યુવાનો, બાળકોથી લઈ વૃદ્ધો સુધી તમામમાં નસકોરાં બોલવાની સમસ્યા જોવા મળે છે. ક્યારેક નસકોરાં બોલાતા હોય તો તે સામાન્ય છે પરંતુ રોજ આમ થવા પાછળ ઓસએ એટલે કે ઓબ્સટ્રક્ટિવ સ્લિપ એપ્નિયા જવાબદાર હોઈ શકે છે. તે શ્વાંસ સંબંધિત એક સમસ્યા છે, જેના કારણે શ્વાંસ વારંવાર થંભી જાય છે ને પછી પરત ચાલુ થઈ જાય છે. આંકડાઓ અનુસાર, ભારતમાં દર 5 માંથી એક વ્યક્તિને ઓએસએની સમસ્યા હોય છે.

ચેસ્ટ કન્સલટન્ટ તથા અસ્થમા ભવન જયપુરના એક્ઝિક્યૂટિવ ડૉ. નિષ્ઠા સિંહે જણાવ્યું કે, ઓએસએમાં ઊંઘ દરમિયાન શ્વાંસમાં આવતા અવરોધને કારણે લોહીમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચતો નથી. જેના કારણે હાઈ બીપી અને હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ રહે છે. આ ઉપરાંત રાતે ઊંઘ પૂર્ણ ના થઈ શકવાને કારણે સંપૂર્ણ દિવસ આળસ શરીર પર હાવી રહે છે. આ સાથે ચિડિયો સ્વભાવ, માથાના દુખાવો અને સ્ટ્રેસની સમસ્યાઓ પણ રહે છે. જો તમને રોજ નસકોરાં બોલાતા હોવાની સમસ્યા હોય તો એકવાર સ્લિપ ટેસ્ટ જરૂર કરાવી લેવું, જેથી સારવાર કરાવી શકાય.

આ લક્ષણો આપે છે ઓએસએનો સંકેત…

  • નસકોરાં દરમિયાન મોટા અવાજો આવવા કે જેનાથી બીજા લોકોની ઊંઘ પણ બગડે. શ્વાંસ તૂટવાનો અવાજ, સુતા સમય ઝાટકા સાથે હલવું અને અચાનક ઊંઘમાંથી જાગી જવું, બેચેનીને કારણે વારંવાર પડખા ફરવા, સમયાંતરે નસકોરાં બોલાવા, જાગવા પર માથું ભારે લાગે અને યાદશક્તિ નબળી પડે અને સ્વભાવ ચીડિયો બને.
  • મોટાભાગે ઓએસએનું જોખમ મેદસ્વી લોકોને રહે છે, જેમની ગરદન પહોળી અને નાની હોય. આ તમામ લક્ષણો જોવા પર સ્લિપ ટેસ્ટ કરાવવો જોઈએ, આ ટેસ્ટ પૉલી સોનોગ્રાફી મશીનથી કરાય છે. આ ટેસ્ટ માટે આખી રાતનો સમય જોઈએ. ટેસ્ટ દરમિયાન દર્દીના માથે, ચેહરા, છાતીએ અને પગે લીડ લગાવવામાં આવે છે અને મગજની ઈઈજી, હાર્ટની ઈસીજી, સ્નાયુઓની ઈએમજી, શ્વાંસનુ વેગ અને નસકોરાંનું માપન કરાય છે. રિપોર્ટ થકી રોગની ઓળખ કરાય છે.

આમ મેળવો છુટકારો

  • વજન ઘટાડો, હળવું ભોજન લો, ડાબે પડખે સુવાનું રાખો.
  • નિયમિત એક્સરસાઈઝ કરો.
  • ઓએસએની સમસ્યા હોય તો પડખું ફરતા સમયે પાછળ એક તકિયો રાખો. સીપૈપ મશીનનો ઉપયોગ કરો અને ડૉક્ટરે જણાવેલી દવાઓનું નિયમિત સેવન કરો.

READ ALSO

Related posts

ભારે કરી ! તહેવારોની સીઝનમાં મુસાફરી કરવી પડશે મોંઘી, આ દિવસોમા બંધ રહેશે રેલ્વેની ટિકિટ બુકિંગ સહિતની આ સુવિધાઓ

Zainul Ansari

Foreign Exchange Reserves : દેશના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં થયો વધારો, 641 અરબ ડોલરે પહોચ્યો આંકડો

Vishvesh Dave

તહેવારોની સીઝનમાં કેન્દ્રીય કર્મચારીઓને બેવડો ફાયદો, આ લોકોને મળશે સ્પેશિયલ ઇન્ક્રીમેન્ટ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!