GSTV
Gujarat Government Advertisement

બટલરની આ હરકત તેના માટે નોંતરી કરી શકે છે મુસીબત

Last Updated on June 5, 2018 by Bansari

ઈંગ્લેંડનાં ઈન ફોર્મ બેટ્સમેન જોસ બટલરનાંબેટનાં હેંડલ પર લખેલાં આપત્તિજનક લખાણે આઈ.સી.સી. ની ક્લોધિંગ કમીટીએ તેનાં પર ચર્ચા વિચારણા કરવાનું નક્કી કર્યુ છે. હાલ ચાલી રહેલી પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ બનતાં તેણે 80 રન ફટકાર્યા હતા. અને જે મેચ ઈંગ્લેંડે ત્રીજા દિવસે જ એક ઈનિંગ અને 55 રને જીતી લીધી હતી.

મેચમાં લંચ દરમીયાન વિડિયો કેમેરા પર્સનનું ધ્યાન બટલરનાં બેટ પર પડતાં તેનાં બેટનાં હેંડલ પર આપત્તિજનક લખાણ લખ્યુ હતુ.આઈ.સી.સી. ક્લોધિંગ કમીટીનાં નિયમ મુજબ કોઈપણ ખેલાડી જર્સી પર ,શરીરનાં કોઈપણ ભાગ પર કોઈ કંપની , ટેટુ કે કોઈ મેસેજ લખેલો રાખવા માંગતો હશે તો તેણે તે પહેલાં બન્ને ટીમનાં ઓફિશિયલ અને મેચ રેફ્રીને તે બતાવવુ અને તેની મંજુરી લેવી ખુબ જરુરી છે. બટલરનું લખાણ જોતાં તેણે આ પ્રકારની મંજુરી લીધી હોય તેવું લાગતુ નથી.

આ અંગે બટલર કહે છે કે હેંડલ પરનું લખાણ કોઈને ઉકસાવવા માટે નથી. તે ફક્ત મારા માટે છે. જે મારી એકાગ્રતામાં વધારો કરે છે. અને આ લખાણ મને દબાણભરી પરિસ્થિતિમાં ધીરજથી કામ લેવાનું સુચવે છે. ઉલ્લેખનીય છે કે આઈ.પી.એલ. માં રાજસ્થાન તરફથી રમતાં બટલરે મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. જેનાં લીધે જ તેનો 18 મહીના બાદ ટેસ્ટટીમમાં પુનરાગમન થયું હતુ. બટલરનું આ પગલું નાહકની મુસીબત ન નોંતરે તો સારુ!

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!