GSTV

Realme Yo Days sale: ફક્ત 1 રૂપિયામાં Realmeના આ પ્રોડક્ટ્શને ખરીદો, ઓફર માત્ર ત્રણ દિવસ

Last Updated on April 9, 2019 by Mayur Vora

ચીની સ્માર્ટફોન કંપની રિયલમીએ Realme YO ડેલ સેલની ઘોષણા કરી છે. આ સમયે કંપનીના સ્માર્ટફોન પર ડીલ્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સેલ કંપની 60 લાખ યુઝર બેસ પુરા થવાની ખુશીમાં આયોજીત કર્યો છે. સેલની શરૂઆત આજે એટલે કે 9 એપ્રિલથી થઈ રહી છે અને આ સેલ 12 એપ્રિલ સુધી ચાલશે. સેલ સમયે Realme 3, Realme 2 Pro, Realme U1 અને Realme C1 સ્માર્ટફોન પર ગ્રાહકોને ઓફર આપવામાં આવશે. સાથે જ આ સમયે ફ્લેશ સેલનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

Realme Yo Days સેલનો ફાયદો ગ્રાહક કંપનીની વેબસાઈટ ઉપરાંત ફ્લિપકાર્ટ અને એમેઝોનથી પણ લઈ શકો છો. કંપની સેલ સમયે બે વખત પોતાના Realme Bagpackને 1 રૂપિયામાં સેલ કરશે. આ સેલ 9 એપ્રિલે 11:50 AM અને 11 એપ્રિલે પણ 11:50AM એ થશે.  

સેલ સમયે Realme 3ની વાત કરીએ તો તેને આજે એટલે કે 9 એપ્રિલે ફરિ એક વખતે સેલમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેનો સેલ ફ્લિપકાર્ટ અને રિયલમીની વેબસાઈટ પર થશે. સાથે જ તેનો ફ્લેશ સેલ 11 એપ્રિલે પણ થશે.

Realme 2 Proની વાત કરીએ તો સેલ સમયે તેને 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટની સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ડિસ્કાઉન્ટ સ્માર્ટફોનના દરેક વેરિએન્ટ પર આપવામાં આવશે. આ સ્માર્ટફોનની સાથે ગ્રાહકોને ફ્લિપકાર્ટ પર 1000 રૂપિયાની પ્રીપેડ ઓફર પણ મળશે. પ્રીપેડ ઓફરમાં 4GB+64GB વેરિએન્ટ 10,990 રૂપિયા મળશે.

રિયલમીની વેબસાઈટ પર આ સ્માર્ટફોનને ખરીદવા વાળા પહેલા 500 ગ્રાહકોને ફ્રી રિયલમી બડ્સ મળશે. ગ્રાહક આ ઓફરનો ફાયદો 10 એપ્રિલે 11 amથી લઈ શકશે.

Realme U1ની વાત કરવામાં આવે તો ગ્રાહક આ સ્માર્ટફોનને 10 એપ્રિલે બપોરે 12 વાગ્યાથી એમેઝોનની વેબસાઈટથી 9,999ની શરૂઆતી કિંમતમાં ખરીદી શકશે. આ કિંમત બેસ વેરિએન્ટ  3GB+64GBની હશે. ત્યાં જ  4GB+64GB વેરિએન્ટને ગ્રાહક 10,999 રૂપિયામાં ખરીદી શકશે. સેલ સમયે બન્ને વેરિએન્ટ પર એમેઝોન પર 1,000 રૂપિયાની પ્રિપેડ ઓફર પણ મળશે. આવામાં બન્ને વેરિએન્ટને ક્રમશઃ 8,999 રૂપિયા અને 9,999 રુપિયામાં ખરીદી શકાય છે. 10 એપ્રિલે રિયલમીની વેબસાઈટથી Realme U1ના નવા 3GB + 64GB વેરિએન્ટને ખરીદવવા વાળા પહેલા 500 ગ્રાહકોને ફ્રી રિયલમી ઈયરબડ્સ મળશે. આ સ્માર્ટફોનનો સેલ 10 એપ્રિલ 12:00 pmથી શરૂ થશે.

Read Also

Related posts

IND vs PAK: પાકિસ્તાનીઓને છક્કા મારવા ઋષભ પંતના ડાબા હાથનો ખેલ, જુઓ વીડિયો

Vishvesh Dave

અઝબ ગઝબ / લગ્નમાં ભાડેથી બોલાવવામાં આવે છે મહેમાન, આ દેશમાં એક અનોખો ટ્રેન્ડ

Vishvesh Dave

શું તમે તેલના વધેલા ભાવથી પરેશાન છો? આ ક્રેડિટ કાર્ડથી ફ્રીમાં મળશે 71 લીટર પેટ્રોલ-ડીઝલ, ફટાફટ કરો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!