GSTV
Home » News » લોન્ચ થવા જઈ રહ્યો છે Realme X50 Pro 5G, જાણો કિંમત અને ફિચર્સ

લોન્ચ થવા જઈ રહ્યો છે Realme X50 Pro 5G, જાણો કિંમત અને ફિચર્સ

Realme X50 Pro 5Gને 24 ફેબ્રુઆરીએ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. કંપનીએ આ વાતને કન્ફર્મ કરી છે. પહેલા કંપનીએ ઘોષણા કરી હતી કે સ્પેનના બાર્સિલોનામાં થઈ રહેલા MWC 2020 ઈવેન્ટમાં આ લોન્ચ કરવામાં આવશે. પરંતુ હવે તેની ગ્લોબલ લોન્ચિંગ મેડ્રિડમાં કરવીમાં આવશે. હકીકતે ખતરનાક કોરોના વાયરસના કારણે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના વાયરસના કારણે નોકિયા, વીવો સહિત તમામ મોટી કંપનીઓએ પણ તેમાં ભાગ લેવાથી ઈનકાર કરી નાખ્યો છે.

કંપનીએ એક ઓફિશિયલ મેલ દ્વારા કન્ફર્મ કર્યું કે આ ઓનલાઈન ઈવેન્ટમાં રિયલમી ઈન્ડિયાના ચીફ માધવ સેઠ પણ હાજર હતા. રિયલમીએ કહ્યું કે કોરોના વાયરસના ઈન્પેક્ટને ધ્યાનમાં રાખતા અને MWC 2020 કેન્સલ હોવાના કારણે કંપની ઈવેન્ટમાં ભાગ નથી લઈ રહી. પહેલા Realme X50 Pro 5Gને MWCમાં ઉતારવા માટે તૈયાર હતી. હવે તેની ગ્લોબલ લોન્ચિંગ મેડ્રિડમાં 24 ફેબ્રુઆરીએ ઓનલાઈન રીતે કરવામાં આવશે.

શું હશે ફિચર્સ

અત્યાર સુધી સામે આવેલી ખબર અનુસાર Realme X50 Pro 5Gમાં ડ્યુઅલ પંચ હોલ ડિઝાઈન આપવામાં આવી છે અને અહીં ફોન અમુક હદ સુધી Realme X50 5Gના જેવો હોઈ શકે છે. હાલમાં જ Realme ચાઈનાના સીએમઓ Xu Qi Chaseએ જાણકારી આપી હતી કે કંપનીનો અપકમિંગ સ્માર્ટફોન લેટેસ્ટ Qualcomm Snapdragon 865 પ્રોસેસર પર રજુ કરવામાં આવશે.

આ સ્માર્ટફોનમાં NFC અને ડુઅલ-સિમ સપોર્ટ પણ મળશે. આ ફોન એન્ડ્રોયડ 10 બેસ્ડ Realme UI પર ચાલશે. તેમાં 12GB રેમ અને 256GB સ્ટોરેજ હાજર રહેશે. X50 Pro 5G ના ટોપ લેફ્ટ કોર્નરમાં પાંચ હોલ કટઆઉટ હશે. તેની ડિસ્પ્લે FHD+ હશે.

Read Also

Related posts

પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે કોર્પોરેટરો બેઠકમાં ઉંઘતા ઝડપાયા

Nilesh Jethva

વિદ્યાર્થિનીઓના માસિક ધર્મ વિવાદ પ્રકરણમાં આવ્યો નવો વળાંક

Nilesh Jethva

ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિર ખાતે 11મી સદીના અવશેષોને ફરી કરાયા જીવંત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!