GSTV

Realme U1ના ખરીદદારો માટે ખુશીની ખબર, ભાવમાં થયો ઘટાડો

Realme U1ના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો છે. સેલ્ફિ-લવર લોકો ખુશ થાય જાય કેમ કે, Realme U1ના ભાવ ઘટ્યા છે. રૂ.9,999ની શરૂઆતી કીમતથી તે એમેઝોન ઇન્ડિયા પર ઉપલબ્ધ થશે. Realme U1ના 3gb રેમ+32gb સ્ટોરેજ અને 4 gb +64gb સ્ટોરેજ વેરીએંટ ધરાવતા ફોનના ભાવમાં ઘટાડવામાં આવ્યા છે. આ હેન્ડસેટ નવા ભાવ સાથે એમેઝોન ઇન્ડિયા અને રીયલમીના ઈ-સ્ટોર પર વેચાઈ રહ્યાં છે. Realme U1ને નવેમ્બર-2018, ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સેલફોન વોટરડ્રોપ નોચ, ડ્યુલ કેમેરા સેટઅપ, ડ્યુલ કેમેરા સેટઅપ, 6.3 ઈચ ડિસ્પ્લે અને મીડિયાટેક હીલિયો પી70 પ્રોસેસરની સાથે આવે છે.

Realmeએ ટ્વીટર પર ભાવ ઘટાડવાની જાહેરાત કરી હતી. Realme U1ના ૩gbરેમ+ 32 gb સ્ટોરેજને હવે ગ્રાહકો રૂ.9,999માં અને 4 gb +64gb સ્ટોરેજના વેરીએંટ ધરાવતા ફોનને રૂ.11,999માં ખરીદી શકાશે. ગત મહિનામાં Realmeના આ બંને હેન્ડસેટની કીમત ક્રમશઃ રૂ.10,999 અને રૂ. 13,499 સાથે વેચવામાં આવ્યા હતા. જેમાં આ મહિનાથી કંપનીએ 3gb રેમ ધરાવતા ફોનમાં રૂ.1000 અને 4gb ધરાવતા ફોનની કિમતમાં રૂ. 1,500 ઘટાડીને સસ્તા કર્યા છે.

Realme U1ના સ્પેસીફિકેસન:

Realme U1ની સ્ક્રિન 6.3 ઈચની છે. ફૂલ એચડી+રીઝોલ્યુસન ધરાવતો આ ફોન ઈપીએસ એલસીડી ડિસ્પ્લે 19:5:9 આસ્પેક્ટ રેસીયાથી ઓછો છે. ફોન એન્ડ્રોયડ 8.1 ઓરિયો પર આધારિત કલરઓએસ 5.૨ પર ચાલશે. ફોન 90.8ના સ્ક્રિન ટુ બોડીના રેશિયો સાથે આવે છે. ફોનની સ્ક્રિન ૨.5 ડી કર્વડ ગ્લાસ અને કોર્નીગ ગોરિલ્લા ગ્લાસની પ્રોટેક્સનવાળી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ૨.1 ગીગાહર્ટઝ ઓક્ટો-કોર મીડિયાટેક પી70 પ્રોસેસરની સાથે એઆરએમ જી72 જીપીયુ આપવામાં આવી છે. આ હેન્ડસેટમાં રેમ અને સ્ટોરેજ પર બે વિકલ્પ મળે છે, ૩gbરેમ+ 32 gb સ્ટોરેજ અને 4 gb +64gb સ્ટોરેજ.

કેમેરાની વાત કરીએ તો રીઅલમી U1માં ડ્યુલ કેમેરા સેટઅપ છે. પ્રાઈમરી સેન્સર 13 મેગાપિક્સેલ કેમેરા અને સેકેન્ડરી સેન્સર ૨ મેગાપિક્સેલ કેમેરા આપવામાં આવ્યા છે. તેની સાથે એલીડી ફ્લેસ પણ છે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે Realme U1માં પોર્ટરેટ લાઈટનિંગ, સ્લો મો, એઆઇસી સીન ડિટેકશન પણ આપવામાં આવ્યું છે.  

READ ALSO

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!