25MP કેમેરા અને દમદાર પ્રોસેસર વાળો આ ધાંસૂ ફોન થયો સસ્તો, કિંમત જાણીને ખુશ થઇ જશો

Realmeના નવા સ્માર્ટફોન Realme U1ની કિંમતમાં ઘટાડો થયો છે. Realme U1ની કિંમત ભારતમાં પહેલીવાર ઘટાડવામાં આવી છે. Realme U1ની શરૂઆતની કિંમત હવે 10,999 રૂપિયા થઇ ગઇ છે જે પહેલાં 11,999 રૂપિયા હતી. Realme U1ની ખાસિયતોની વાત કરીએ તો તે મીડિયાટેક હીલીયો P70 પ્રોસેસર વાળો દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે.

Realme U1ના સ્પેસિફિકેશન્સ

આ ફોનમાં 4જી વીઓએલટીઇ સપોર્ટ સાથે એન્ડ્રોઇડ ઓરિયો 8.0 આપવામાં આવ્યું છે. આ ફોન 3 જીબી રેમ તથા 32 જીબી સ્ટોરેજ તથા 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટમાં મળશે. Realme U1ને મેમરી કાર્ડની મદદથી 256 જીબી સુધી વધારી શકાય છે. Realme U1માં ફુલ એચડી 6.3 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે.

Realme U1નો કેમેરા

આ ફોનના કેમેરાની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે જેમાં એક કેમરા 13 મેગાપિક્સલનો છે અને બીજો 2 મેગાપિક્સલનો છે. બંને કેમેરા સાથે ફ્લેશ લાઇટ મળશે. ફ્રન્ટમાં ડિસ્પ્લે લાઇટ મળશે. આ ફોનમાં 25 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

ફોનમાં 3500 mAhની બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવીટી માટે તેમાં 2 સિમ કાર્ડ સાથે મેમરી સ્લોટ પણ આપવામાં આવ્યો છે. તેમાં ફિંગર પ્રિન્ટ સેન્સર, માઇક્રો યુએસબી અને 3.5 એમએમનો હેડફોન જેક મળશે.

Realme U1 લૉન્ચિંગ ઑફર્સ

Realme U1ના 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 11,999 રૂપિયા અને 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા છે. ફોન સાથે કંપની નવુ કવર પણ આપી રહી છે જેની કિંમત 499 રૂપિયા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter