Realmeના આ ધાકડ સ્માર્ટફોનની આજે ઓપન સેલ, Jio યુઝર્સને મળશે જબરદસ્ત ફાયદો

રિયલમીએ તાજેતરમાં જ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Realme U1 લૉન્ચ કર્યો છે. અગાઉ કંપનીએ રિયલમી સી 1 લૉન્ચ કર્યો હતો. Realme U1ની ખાસિયતોની વાત કરે તો તે મીડિયાટેક હિલિયો P70 પ્રોસેસર વાળો દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન છે. તેમાં 25 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. કંપનીએ Realme U1ના 3જીબી રેમ અને 4જીબી રેમ વેરિએન્ટ લૉન્ચ કર્યા હતા. તેવામાં હવે તેના 3 જીબી રેમ વેરિએન્ટની ઓપન સેલ 17 ડિસેમ્બર એટલે કે આજથી શરૂ થઇ ગઇ છે. તમે આ ફોનને એમેઝોન અને કંપનીની ઑફિશિયલ વેબસાઇટ Realme.com પરથી ખરીદી શકો છો. બીજી સેલ 19 ડિસેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે શરૂ થશે.

Realme U1ના સ્પેસિફિકેશન્સ

આ ફોનમાં 4જી વીઓએલટીઇ સપોર્ટ સાથે એન્ડ્રોઇડ ઓરિયો 8.0 આપવામાં આવ્યું છે. આ ફોન 3 જીબી રેમ તથા 32 જીબી સ્ટોરેજ તથા 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટમાં મળશે. Realme U1ને મેમરી કાર્ડની મદદથી 256 જીબી સુધી વધારી શકાય છે. Realme U1માં ફુલ એચડી 6.3 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે.

Realme U1નો કેમેરા

આ ફોનના કેમેરાની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે જેમાં એક કેમરા 13 મેગાપિક્સલનો છે અને બીજો 2 મેગાપિક્સલનો છે. બંને કેમેરા સાથે ફ્લેશ લાઇટ મળશે. ફ્રન્ટમાં ડિસ્પ્લે લાઇટ મળશે. આ ફોનમાં 25 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

ફોનમાં 3500 mAhની બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવીટી માટે તેમાં 2 સિમ કાર્ડ સાથે મેમરી સ્લોટ પણ આપવામાં આવ્યો છે. તેમાં ફિંગર પ્રિન્ટ સેન્સર, માઇક્રો યુએસબી અને 3.5 એમએમનો હેડફોન જેક મળશે.

Realme U1ની કિંમત

ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ આ સ્માર્ટફોનની શરૂઆતની કિંમત 11,999 રૂપિયા છે. જેમાં 3GB RAM અને 32 GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. આ ઉપરાંત 4GB RAM અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટની વાત કરીએ તો તેની કિંમત 14,999 રૂપિયા છે.

Jio યુઝર્સને મળશે આ ઑફર

તેવામાં જો એમેઝોન પરથી તમે Realme U1 સ્માર્ટફોન ખરીદો અને જિયોનું સિમ યુઝ કરશો તો તમને તેમાં 5,750 રૂપિયાનો ફાયદો મળશે. સાથે જ તેમાં તમે 4.2TB 4G ઇન્ટરનેટ ડેટા મળશે. આ ઉપરાંત એમેઝોન પરથી આ સ્માર્ટફોન તમે નો કૉસ્ટ ઇએમઆઇ હેઠળ પણ ખરીદી શકો છો. આ સિવા. તમે આ સ્માર્ટફોનને એસબીઆઇના ક્રેડિટ કાર્ડથી પણ ખરીદી શકો છો. જેમાં તમે 5 ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter