Realme U1નો આ વેરિએન્ટ 17 ડિસેમ્બરથી ઓપન સેલમાં

Realmeએ ગયા મહિને પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન U1ને લોન્ચ કર્યો હતો. લૉન્ચિંગ બાદથી આ સ્માર્ટફોનને એમેઝોન ઈન્ડિયા દ્વારા ફ્લેશ સેલથી વેચી શકાય છે. આ સ્માર્ટફોનને કંપનીએ 3GB અને 4GB રેમવાળા બે વેરિએન્ટમાં લૉન્ચ કર્યો હતો. હવે કંપનીએ જાણકારી આપી છે કે 3GB રેમ વેરિએન્ટનું વેચાણ ઓપન સેલમાં થશે.

ઓપન સેલની શરૂઆત 17 ડિસેમ્બરથી થશે. એટલેકે હવે તમારે સ્માર્ટફોન ખરીદવા માટે ફ્લેશ સેલની રાહ જોવી પડશે નહીં. તમે ક્યારેય પણ સીધા એમેઝોન ઈન્ડિયાની વેબસાઇટ પર જઇને આ સ્માર્ટફોનને ખરીદી શકશો. તો 4GB રેમ વેરિએન્ટને હજી પણ ફ્લેશ સેલ દ્વારા વેચી શકાશે. જેની આગામી સેલ 19 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યાથી છે.

કંપનીએ તેને 3GB/32GB અને 4GB/64GB વાળા બે વેરિએન્ટમાં રજૂ કર્યો છે. જેની કિંમત અનુક્રમે 11,999 રૂપિયા અને 14,499 રૂપિયા રાખવામાં આવી છે. લૉન્ચ ઑફર તરીકે ગ્રાહકોને SBI કાર્ડ પર 5 ટકાનું કેશબેક, નૉ-કૉસ્ટ EMI અને જિયો તરફથી 5750 રૂપિયા સુધી કેશબેક અને 4.2TB 4G ડેટા મળશે.

Realme U1ના સ્પેસિફિકેશન અને ફીચર્સ

ડ્યુઅલ સિમ (નેનો+નેનો) સપોર્ટવાળો આ સ્માર્ટફોન એન્ડ્રૉઇડ 8.1 ઓરિયો બેસ્ડ ColorOS પર ચાલે છે. આ સ્માર્ટફોનમાં 3GB/ 4GB રેમ અને ARM G72 GPUની સાથે 2.1GHz ઑક્ટા-કોર MediaTek Helio P70 પ્રોસેસર હાજર છે. જેમાં 6.3 ઈંચ FHD+ (2340X1080) LTPS IPS (ઇન-સેલ) LCD ડિસ્પ્લે, 2.5D કવ્ર્ડ ગ્લાસ, કૉર્નિગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

ફોટોગ્રાફીના સેક્શનની વાત કરીએ તો આ સ્માર્ટફોનના રિયરમાં બે કેમેરા આપવામાં આવ્યા છે. જેનો પ્રથમ કેમેરો 13MPનો છે, જેનો અપર્ચર f/2.2 છે. તો બીજો કેમેરો 2MPનો છે, જેનો અપર્ચર f/2.4 છે. બેક કેમેરાની સાથે LED ફ્લેશનો સપોર્ટ પણ યૂઝર્સને મળશે. ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો અહીં કંપનીએ 25MPનો કેમેરો આપ્યો છે, જેનો અપર્ચર f/2.0 છે.

આ સ્માર્ટફોનમાં 32GB/64GBના બે સ્ટોરેજ ઑપ્શન મળશે. યૂઝર્સ તેને આ કાર્ડની મદદથી 256 GB સુધી વધારી શકે છે. રસપ્રદ વાત એ છે કે અહીં ગ્રાહકોને અલગથી કાર્ડ લગાવવા માટે સ્લૉટ પણ મળશે. ફિંગરપ્રિન્ટ સેન્સર આ સ્માર્ટફોનના બેક પેનલ પર આપવામાં આવ્યું છે. જેની બેટરી 3500mAhની છે અને તેનો વજન 168 ગ્રામ છે.

કનેક્ટિવિટીની દ્રષ્ટિએ તેમાં Wifi 802.11a/b/g/n/ac, બ્લૂટૂથ 4.2, GPS/A-GPS, ગ્લોનાસ, માઇકો- USB અને 3.5mm ઓડિયો જેકનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter