GSTV

Realme લાવી રહી છે 6000mAh બેટરીવાળો ફોન, મળી શકે છે 5G સપોર્ટ

Last Updated on July 14, 2020 by Mansi Patel

Realme એક નવી ફોન સિરીઝ પર કામ કરી રહ્યું છે જેમાં 6000mAhની બેટરી આપી શકાય છે. ચીની બ્રાન્ડે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક ટીઝર બહાર પાડીને આગામી પાવર ટેક્નોલોજી વિશેની માહિતી શેર કરી છે. નવી જાણકારીમાં વધારે માહિતી નથી, પરંતુ 6000mAhની બેટરીની જાણ થઈ છે. તાજેતરમાં જ બહાર આવ્યું હતું કે રીઅલમે નવી સ્માર્ટફોન સિરીઝ પર કામ કરી રહી છે. આ સિરીઝના ફોન્સમાં 5જી સપોર્ટ અને 5જી સંબંધિત સમસ્યાઓથી જેવીકે, બેટરી પર્ફોર્મેંસમાંથી છૂટકારો મળશે.

Realme ઇન્ડોનેશિયાના માર્કેટિંગ ડિરેક્ટર પાલ્સન યી એ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં નવી 6000mAh બેટરીના આગમનની ઘોષણા કરવામાં આવી છે. યી એ તેની પોસ્ટમાં લખ્યું છે કે ચાહકો મોટી બેટરી વિશે પૂછે છે. તેમણે કહ્યું કે Realme ટૂંક સમયમાં જ એક નવા સ્માર્ટફોન જાહેર કરશે જેમાં નવી બેટરી ટેક્નોલોજી આપવામાં આવશે. 6000mAhની બેટરી ધરાવતો આ Realmeનો પહેલો ફોન હશે. આ સિવાય કંપનીએ આગળ કોઈ માહિતી આપી નથી.

જણાવી દઈએ કે, મે મહિનામાં, 6000mAhની બેટરી સાથેનો એક રિયલમી ફોન, મૉડલ નંબર BLP793ની સાથે TUV Rheinland સર્ટિફિકેટ પર જોવા મળ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં આ મિસ્ટીરિયસ નવી ટેક્નોલોજી વિશે કોઈ માહિતી મળી નથી. આજે, કંપનીએ તેનાથી સંબંધિત માહિતી શેર કરી છે.

જણાવી દઇએ કે સેમસંગ જેવી મોટી કંપનીઓ આગામી ગેલેક્સી એમ21 પર પણ કામ કરી રહી છે. આ ફોનમાં 6000mAhની બેટરી હોવાની પણ અપેક્ષા છે. એક ટિપ્સ્ટરે ગઈકાલે ખુલાસો કર્યો હતો કે રિયલમી 5 જી સપોર્ટ સાથે સ્માર્ટફોન સિરીઝ પર કામ કરી રહી છે. તે સાથે જાણવા મળ્યુ છેકે, કંપની નવા ફોનમાં 5જી સમસ્યાઓ સાથે જોડાયેલી જેવીકે બેટરી પરફોર્મેંસ પણ દૂર કરશે. જો કે, આ ફોનનાં કોઈ નામ અથવા બીજા સ્પેસિફિકેશન જાહેર કરવામાં આવ્યા નથી.

આ મહિનાની શરૂઆતમાં, એક ટિપ્સ્ટરે સંકેત આપ્યો હતો કે રિયલમી એક 100થી વધુ વોટના ઝડપી ચાર્જર પર કામ કરી રહી છે. અલ્ટ્રા ડાર્ટ નામની આ નવી ટેકનોલોજી દ્વારા માત્ર 3 મિનિટમાં 4000mAhની બેટરી 75 ટકા ચાર્જ કરવાનો દાવો કરે છે. આ નવી ટેકનોલોજી આ મહિનામાં લોન્ચ કરી શકાય છે. રિયલમીએ હજી સુધી આ વિશે કોઈ માહિતી શેર કરી નથી.

READ ALSO

Related posts

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

ભારતીય રેલ / રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! રેલવેએ નવી સેવા શરૂ કરી, હવે ટિકિટ બુકિંગ થયું ખૂબ જ સરળ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!