GSTV

Oppo બાદ હવે આ કંપનીએ લોન્ચ કરી જબરદસ્ત ટેકનોલોજી, 3 મિનિટમાં ચાર્જ થશે ફોન9+

Oppo બાદ હવે Realme એ પણ પોતાની 125 વોટની ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી Ultra Dart ને લોન્ચ કરી દીધી છે. તેની ખાસ વાત એ છે કે, 4000mAh ની બેટરીને ત્રણ મિનિટમાં 33 ટકા અને લગભગ 20 મિનિટમાં ફુલ ચાર્જ કરી દેશે. કંપનીએ આ પહેલા 65 વોટ ડાર્ટ ચાર્જિંગને પણ ઈંટ્રોડ્યૂસ કર્યો હતો, જે Realme X50 Pro 5G માં આવે છે. હવે કંપનીની તૈયારી છે તે 125 વોટની ચાર્જિંગથી 5G સ્માર્ટફોન્સની બેટરી સાથે જોડાયેલી મુશ્કેલીઓને દૂર કરે

ખાસ થ્રી-વે ચાર્જિંગ સલૂશનને વપરાશ

આ ફાસ્ટ ચાર્જિંગ માટે કંપનીએ ખાસ થ્રી-વે ચાર્જિંગ સલૂશનનો વપરાશ કર્યો છે. આ ટેકનોલોજી વોલ્ટેજને ઓછુ કરીને ચાર્જિંગ પાવરને વધારી દે છે અને તેમાં હીટને પણ ઓછી રાખવામાં આવે છે. કંપનીએ કહ્યુ છે કે, થ્રી-વે સલૂશન અને પૂર્ણ ચાર્જિંગ પ્રોસેસને કૂલિંગ માટે ઓપ્ટિમાઈજ કરવામાં આવ્યુ છે અને 98 ટકાના અલ્ટ્રા-હાઈ કન્વર્જન રેટ ઓફર કરે છે.

13 મિનિટમાં પણ થઈ શકે છે ચાર્જ

દાવો કરવામાં આવી રહ્યો છે કે, નવી ટેકનોલીજીથી ફોનના ટેંપરેચરને 40 ડિગ્ગી સેલ્શિયલની અંદર રાખતા સ્માર્ટ અને સેફ ચાર્જિંગ સ્પીડ મળશે. Realme એ આગળ કહ્યુ છે કે, ટેમ્પરેચર વગર કંટ્રોલ કરવામાં આવેલ 125 વોટ અલ્ટ્રા ડાર્ટ ટેકનોોજી ફોનની બેટરીને 20 મિનિટની જગ્યાએ 13માં જ ફુલ ચાર્જ કરી દેશે.

ગેમિંગ દરમિયાન પણ ચાર્જ થતો રહે છે ફોન

નવી ટેકનોલોજીમાં ખાસ મલ્ટી લેયર પ્રોટેક્શન આપવામાં આવ્યુ છે તો, ચાર્જિંગ સાથે જોડાયેલી કોઈપણ દુર્ઘટનાની આંશકાને ઓછી કરવાનુ કામ કરે છે. Realme એ જણાવ્યુ કે, 125 વોટ અલ્ટ્રા ડાર્ટ ફોનને ત્યારે પણ ચાર્જ કરે છે જ્યારે સ્ક્રીન ઓન રહે છે. સાથે જ ડિવાઈસમાં ગેમિંગ દરમિયાન પણ ચાર્જિંગ ચાલુ રહે છે. કંપનીએ 125 વોટ અલ્ટ્રાડાર્ટ ફ્લેશ ચાર્જિંગને ગ્લોબલી લોન્ચ તો કરી દીધુ છે, પરંતુ બ્રાન્ડે તેની સાથે જોડાયેલી કોઈ માહિતી અત્યાર સુધી ઉપલબ્ધ કરાવી નથી.

READ ALSO

Related posts

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!