GSTV

Realme એ ભારતમાં લોન્ચ કર્યું 10W વાયરલેસ ચાર્જર! તમારા ખિસ્સાને પરવડે તેવી છે કિંમત

છેલ્લા દિવસોથી ચર્ચા હતી કે, Realme એ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરનાર ડિવાઈસની વધતી ડિમાન્ડને જોતા ભારતમા નવા 10W વાયરલેસ ચાર્જર લોન્ચ કરી દીધા છે. કંપનીએ આ ચાર્જરની કિંમત પણ ઓછી કરી રાખી છે. તેની કિંમત 899 રૂપિયા છે અને કસ્ટમર તેને કંપનીની સત્તાવાર વેબસાઈટ Realme.com પરથી ખરીદી શકે છે. આ ચાર્જરની મદદથી યૂઝર્સ ન માત્ર સ્માર્ટફોનને, પરંતુ અન્ય ડિવાઈસેજને પણ વાયરલેસ રીતે ચાર્જ કરી શકે છે. એટલે આ સ્માર્ટફોન સહિત બધા ડિવાઈસેજને સપોર્ટ કરવામાં સક્ષમ છે. યૂઝર્સ આ વાયરલેસ ચાર્જરને સિંગલ ગ્રે કલર વેરિએન્ટમાં ખરીદી શકે છે.

ડિઝાઈન

જો આ વાયરલેસ ચાર્જરના ડિઝાઈનની વાત કરીએ તો, આ જોવામાં બાકી ચાર્જરથી ખૂબ જ આકર્ષક છે. તેની ડિઝાઈન ગોળ આકારની છે. તેમાં રિયલમીએ સ્પેશલ મેટ સોફ્ટ પેન્ટનો વપરાશ કર્યો છે. જે તેને ખરોંચથી બચાવે છે. તેની વચ્ચે કંપનીનો લોગો બનેલો છે. આ પોકેટ સાઈઝનુ ચાર્જર છે જે માત્ર 9mm પતલુ છે. જેથી તમે તેને ક્યાંય પણ લઈ જઈ શકો છો.

ખાસિયત

ડિવાઈસને ડેમેઝ હોવાથી બચાવવા માટે એક્સિડેન્ટલ સ્લિપ ઓફનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફુલ ચાર્જ થવા પર પોતાની રીતે જ બંધ થઈ જશે. એટલુ જ નહી તેમાં સિક્યોરિટી માટે મલ્ટીપલ ફીચર્સ આપવામાં આવ્યા છે. ક્રેડિટ કાર્ડ, કી અથવા અન્ય મેટલ ડિવાઈઝ મળવા પર પણ આ ઓટોમેટિકલી બંધ થઈ જાય છે.

USB ટાઈપ સી પોર્ટ આપવામાં આવ્યો

આ વાયરલેસ ચાર્જર Realme Buds Air ને પણ ખૂબ જ સ્પીડથી ચાર્જ કરી શકે છે જે કે, QI પ્રોટોકોલ સપોર્ટની સાથે આવે છે. જેમાં અન્ય ફીચર્સ તરીકે કનેક્ટિવિટી માટે USB ટાઈપ સી પોર્ટ આપવામાં આવ્યો છે. સાથે જ 9V/2A અને18W max ઈનપુટ ઉપલબ્ધ છે. તો આઉટપુટની વાત કરીંએ તો QC 2.0 અને QC 3.0 ઈનપુટની સાથે 9V/2A और 18W max આપવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

કૃષિ બિલના વિરોધમાં હવે મહારાષ્ટ્રના ખેડૂતો પણ જોડાશે, કરશે દિલ્હી સુધી ધરણા પ્રદર્શન

Pravin Makwana

કાજલ અગ્રવાલે લગ્નનો એક મહિનો પૂરો થવા બદલ શેર કર્યા અનસીન ફોટોઝ, ગૌતમ કીચલૂની સાથે કરી રહી છે મસ્તી

Karan

રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજના નિધન પર સીએમ રૂપાણી અને ડે. સીએમ નીતિન પટેલે દુઃખ વ્યક્ત કર્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!