Realme બની ભારતની ત્રીજી સૌથી મોટી સ્માર્ટફોન બ્રાન્ડ: રિપોર્ટ

Oppoની સબ-બ્રાન્ડ Realmeને ભારતમાં આવ્યાને 6 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. ભારતમાં સ્માર્ટફોનનું માર્કેટ ઘણું મોટુ છે અને રિયલમીએ આ વાતને સમજીને ભારતમાં પોતાના સ્માર્ટફોન વેચવાનું શરૂ કર્યુ છે. એટલું જ નહીં, રિયલમીએ માર્કેટમાં પહેલાથી ઘર કરી ગયેલા સ્માર્ટફોન બ્રાન્ડને કાંટાની ટક્કર આપી છે અને આજે આ ભારતની ત્રીજી સૌથી મોટી સ્માર્ટફોન બ્રાન્ડ બની ગઈ છે.

28 નવેમ્બરે જાહેર કરાયેલ એક માર્કેટ રિપોર્ટ મુજબ રિયલમીએ દશેરા અને દિવાળીની આસપાસ યોજાયેલી સેલમાં સ્માર્ટફોનનું રેકોર્ડ વેચાણ કર્યુ, જે અત્યાર સુધી કોઈ નવા બ્રાન્ડ દ્વારા કરાયેલા વેચાણના મામલામાં ઘણું વધારે છે.

ફેસ્ટિવલ સીઝન સેલ દરમ્યાન જે ત્રણ કંપનીઓએ સૌથી વધુ વેચાણ કર્યુ તેમાં સેમસંગ, શાઓમી અને રિયલમીનો સમાવેશ થાય છે. આ ત્રણ કંપનીઓએ માર્કેટનો 57 ટકા હિસ્સો પોતાના કબજામાં રાખ્યો હતો. જેમાં શાઓમીની 29 ટકા, સેમસંગની 19 ટકા અને રિયલમીની 9 ટકા ભાગીદારી હતી.

રિયલમીએ ચાલુ વર્ષે મે મહિનામાં પોતાનો પ્રથમ સ્માર્ટફોન રિયલમી1 ભારતમાં લોન્ચ કર્યો હતો. ત્યારબાદ કંપનીએ વધુ ત્રણ ફોન રિયલમી 2, રિયલમી 2 પ્રો અને રિલમી સી1ને ભારતમાં લોન્ચ કર્યો હતો. આ બધા ફોન સ્માર્ટફોન યૂઝર્સને ઘણાં પસંદ આવ્યા હતાં અને આ ફોનનું સારું વેચાણ થયુ હતું. ઉલ્લેખનીય છે કે રિયલમીએ આજે એટલેકે 28 નવેમ્બરે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Realme U1 લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 11,999 રૂપિયાથી શરૂ થઈ છે અને તેને 5 ડિસેમ્બરથી એમેઝૉન પરથી ખરીદી શકાશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter