GSTV

Realmeનો આ દમદાર સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ, ફિચર્સ છે ધાંસૂ અને કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી

ચીની કંપની Realmeએ પોતાના બજેટ સ્માર્ટફોન Realme C1 (2019) ભારતમાં લૉન્ચ કરી દીધો છે. આ હેન્ડસેટ ગ્રાહકોને 5 ફેબ્રુઆરીથી ઇ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ અને કંપનીની વેબસાઇટ પરથી ખરીદી શકશે. નવા વેરિએન્ટમાં ફક્ત રેમ અને સ્ટોરેજમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. અન્ય ફિચર્સ અગાઉના વર્ઝન જેવા જ છે.

Realme C1 (2019)ની કિંમત

કંપનીએ Realme C1 (2019)ને બે વેરિએન્ટમાં લૉન્ચ કર્યા છે. તેના 2જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 7,499 રૂપિયા છે. 3જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 8,499 રૂપિયા છે.

Realme C1 (2019)ના ફિચર્સ

ડિસ્પ્લે

આ સ્માર્ટફોનમાં 6.2 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. એપલથી પ્રેરિત નૉચ પણ તેને દેખાવમાં આકર્ષક બનાવે છે. આટલા બજેટમાં આટલી મોટી સ્ક્રીન વાળો સ્માર્ટફોન હાલ માર્કેટમાં નથી.

પર્ફોરમન્સ

આ સ્માર્ટફોનની ખાસિયત તેની પાવરફુલ બેટરી અને બેસ્ટ કેમેરા છે. આ સૌથી સસ્તો સ્માર્ટફોન છે તેમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 450 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 4230 mAhની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં તમને 2 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે જેને તમે માઇક્રોએસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકો છો.

કેમેરા

કેમેરાની વાત કરે તો તેમાં ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. એક લેન્સ 13 મેગાપિક્સલનો છે, જ્યારે બીજો 2 મેગાપિકિસલનો છે. સેલ્ફી માટે તેમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

Read Also

Related posts

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana

તમારી આંખોની રોશની વધારવામાં કરશે મદદ આ 4 એક્સરસાઇઝ, આ સમસ્યાઓથી પણ અપાવશે છુટકારો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!