GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

Realme 9i 5Gની લોન્ચ ડેટની થઈ જાહેરાત, આ ખાસ ફીચરની સાથે ભારતમાં આવશે બજેટ ફ્રેન્ડલી ફોન

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Realme ટૂંક સમયમાં ભારતમાં તેનો નવો સ્માર્ટફોન Realme 9i 5G લાવવાની તૈયારી કરી રહી છે. કંપની આ ફોનને 18 ઓગસ્ટે લોન્ચ કરશે. Realme એ આગામી ફોનનું ટીઝર ટ્વિટર દ્વારા રજૂ કર્યું છે, અને આ ફોનને ‘The 5G Rockstar’ નામ આપ્યું છે. Realmeએ ટ્વિટર પર જાહેર કરેલા ટીઝરમાં જણાવ્યું છે કે આ ફોન 18 ઓગસ્ટે બપોરે 12.30 વાગ્યે લોન્ચ થશે.

ખાસ વાત એ છે કે આ 5G ફોન ગ્રાહકોને MediaTek Dimensity 810 5G ચિપસેટ, મોટી બેટરી અને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે. જણાવી દઈએ કે Realme 9i 5G એ Realme 9iનો એક વેરિએન્ટ છે જે આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

Realme

Realme 9iમાં ઘણી સુવિધાઓ પણ હાજર છે: કિંમત વિશે વાત કરીએ તો, Realme 9i ના 4GB RAM અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા છે. હેન્ડસેટનો બીજો એક વેરિએન્ટ 6GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત 15,999 રૂપિયા છે.

Realme 9iમાં 6.6-ઇંચની પૂર્ણ HD+ ડિસ્પ્લે છે, જેનું રેઝોલ્યુશન 2400×1080 પિક્સેલ છે. તેના ડિસ્પ્લેની બ્રાઇટનેસ 480 nits છે અને રિફ્રેશ રેટ 90Hz છે. નવા ફોન Realme 9iમાં સ્નેપડ્રેગન 680 પ્રોસેસર આપવામાં આવ્યું છે જે 6nm પ્રોસેસ પર બનેલું છે.

Realme

કેમેરા તરીકે, Realme 9i માં ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. આમાં તેનો પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો છે, જે અપર્ચર f/1.8 સાથે આવે છે. તેના કેમેરામાં ફેઝ ઓટો ડિટેક્શન પણ ઉપલબ્ધ હશે. તેનો બીજો કેમેરો 2-મેગાપિક્સલનો મેક્રો છે અને ત્રીજો કેમેરો 2-મેગાપિક્સલનો મોનોક્રોમ લેન્સ છે. સેલ્ફી માટે આ ફોનના ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

પાવર માટે, આ ફોનમાં 5000mAh બેટરી છે, જેની સાથે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે તેને 70 મિનિટમાં 100% સુધી ચાર્જ કરી શકાય છે.

READ ALSO:

Related posts

ગુજરાતમાં કેટલાંક ડેમમાંથી પાણી છોડવાની સંભાવના, પૂરની આપી ચેતાવણી, જાણો- તમારા શહેરની પરિસ્થિતી

Hemal Vegda

બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર

Binas Saiyed

સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

Binas Saiyed
GSTV