GSTV

10 હજાર રૂપિયા સુધી સસ્તો થયો ભારતનો આ પ્રથમ 5G ફોન, આ રહી નવી કિંમત

REALME

Last Updated on January 10, 2021 by Ankita Trada

દેશમાં સૌ પ્રથમ  5G સ્માર્ટફોન લોન્ચ કરનાર REALME એ X50 Pro 5G સ્માર્ટફોનની કિંમતોમાં 10,000 સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ફોન યૂઝર્સ વચ્ચે ઘણો લોકપ્રિય છે. આ અંગે REALMEના CEO માધવ શેઠે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ વાતની જાહેરાત કરી. નવી કિંમત સાથે આ ફોન હવે ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ છે.

આ છે બધા વેરિએન્ટની નવી કિંમત

આ નવા ભાવ ઘટાડાની સાથે જ ફોનના બધા વેરિએન્ટની કિંમતમાં સીધા 10 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે. ફોનના 8GB+128GB સ્ટોરેજ મોડલને હવે 31,999 રૂપિયામાં ખરીદી શકો છો. જો કે આની પહેલી કિંમત 41,999 રૂપિયા હતી. તેમજ 12GB+256GB સ્ટોરેજ મોડેલને હવે યુઝર્સ 47,999 રૂપિયાની જગ્યાએ માત્ર 37,999 રૂપિયામાં ખરીદી શકશે. આ સ્માર્ટ મોસ ગ્રીન અમે રસ્ટ રેડ કલર ઓપ્શનમાં પણ ઉપલબ્ધ છે.

ફોનમાં ઉપલબ્ધ છે આ ફીચર

આ ફોનના બધા વેરિએન્ટમાં Qualcomm Snapdragon 865 પ્રોસેસર પણ ઉપલબ્ધ કરાયું છે. અને આ એન્ડ્રોઈડ 10 OS પર કામ કરે છે. તેમજ આમાં પાવર બેકઅપ માટે 65 સુપરડાટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4,200mAhની બેટરી પણ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 6.44 ઈંચનું ડ્યૂઅલ પંચ હોલ ડિસ્પ્લે અને ક્વાડ રિયલ કેમેરા સેટઅપ પણ ઉપલબ્ધ છે. ફોનનો પ્રાઈમરી કેમેરો 64MPનો છે જ્યારે 12MPનો ટેલિફોટો લેંસ, 8MPનો અલ્ટ્રાવાઈડ લેંસ અને એક B & W લેંસ આપવામાં આવ્યો છે. તેમજ તેમાં ડ્યૂઅલ ફ્રંટ કેમેરા ઉપલબ્ધ છે. જો કે 32MP પ્રાઈમરી લેંસ અને અલટ્રા વાઈડ એંગલલેસ છે.

READ ALSO

Related posts

Brilliant Video: પોપટે પોતાની જીભથી કર્યું એવું Quick કામ જે મોટા-મોટા મિસ્ત્રી નથી કરી શકતા, વિડીયો થયો વાયરલ

Pritesh Mehta

ફિલ્મ અપડેટ : સલમાન ખાન સ્ટારર “અંતિમ” ફિલ્મ વિશે નિર્દેશક મહેશ માંજરેકરે કહી આ વાત, જાણો ક્યારે થશે થિયેટરમાં ફિલ્મ રિલીઝ…?

Zainul Ansari

ડ્રેગનની ભારત વિરુદ્ધની માનસિકતા કપડા પર છતી થઈ, ભૂલકાઓના કપડા પર નફરતની પ્રિન્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!