GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

ચાર કેમેરાવાળો ફોન ભારતમાં આ તારીખે થઈ રહ્યો છે લોન્ચ, કિંમત માત્ર…

ટેકનોલોજી અને સ્માર્ટફોન માટે દર વર્ષે ઓગસ્ટ મહિનો ખૂબ જ વિશેષ હોય છે. ઓગસ્ટ મહિનામાં ઘણી મોબાઇલ કંપનીઓ તેમના સ્માર્ટફોન પેશ કરે છે. આ વર્ષે આવું જ કંઈક થઈ રહ્યું છે. સેમસંગે તાજેતરમાં તેની ફ્લેગશિપ ગેલેક્સી નોટ 10 અને નોટ 10 પ્લસ લોન્ચ કર્યાં છે. જે ભારતમાં 20 ઓગસ્ટે લોન્ચ થવા જઈ રહી છે. તે જ સમયે ભારતમાં એક શક્તિશાળી સ્માર્ટફોન આવવા જઇ રહ્યોં છે. જેમાં ચાર કેમેરા 5000 એમએએચની બેટરી મળશે અને તેની કિંમત 10,000 રૂપિયાથી ઓછી હશે. ચાલો જાણીએ આ આવતા ફોન વિશે….

Realme 5 pro

ઓપ્પોની સબ-બ્રાન્ડ રીઅલમી 20 ઓગસ્ટે ભારતમાં તેના બે સ્માર્ટફોન રજૂ કરવા જઈ રહી છે. જેમાં રીઅલમી 5 અને રીઅલમી 5 પ્રો શામેલ છે. રિઅલમી ઇન્ડિયાના સીઈઓ માધવ શેઠે પણ પુષ્ટિ કરી છે કે રીઅલમી 5 અને રીઅલમી 5 પ્રોમાં ક્વાડ (ફોર) કેમેરા હશે.

Realme 5

માધવ સેઠે પોતાના એક ટ્વીટમાં કહ્યું છે કે રીઅલમી 5 ચાર કેમેરાની સાથે 10000 રૂપિયાની કીમતમાં ભારતમાં વહેચાયેલ પહેલો સ્માર્ટ ફોન હશે. આવામાં એ ચોખ્ખુ છે કે રિયલમી 5 એક બજેટ સ્માર્ટફોન થવાનો છે.

Realme 5 series

રિયલમે 5ના પ્રોસેસરની વાત કરીએ તો લીક થયાના અહેવાલ મુજબ ક્યુઅલકોમનો સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આ ફોનમાં મળશે. આ પ્રોસેસર સાથે ભારતમાં હજી સુધી કોઈ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો નથી. એવી અપેક્ષા છે કે શાઓમી 21 ઓગસ્ટના રોજ સ્નેપડ્રેગન 665 ની સાથે Mi A3 ને લોન્ચ કરશે.

Realme 5 series

રીઅલમીના બંને સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પરથી વેચવામાં આવશે. તે જ સમયે સોની આઇએમએક્સ 586 48 એમપી સેન્સર મળશે. રીઅલમી ફોનમાં 119 ડિગ્રી વાઇડ એંગલ લેન્સ પણ મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્નેપડ્રેગન 712 પ્રોસેસર રીઅલમી 5 પ્રોમાં મળશે અને તેમાં VOOC 3.0 ફાસ્ટ ચાર્જિંગ મળશે. રીઅલમી 5 માં 5000 એમએએચની બેટરી પણ મળશે.

Related posts

અનલોક-1: રાજ્યની RTO કચેરીઓ આવતીકાલથી થશે કાર્યરત, તમામ તકેદારીઓ

pratik shah

દેશની આ દિગ્ગજ કંપનીમાં 74 કર્મચારીઓ છે કરોડપતિ, વાર્ષિક પગારમાં 10 ટકાનો કર્યો વધારો

Harshad Patel

પુલવામામાં સુરક્ષાબળોને મળી મોટી સફળતા, ટૉપ જૈશ કમાન્ડરનો સફાયો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!