GSTV
Home » News » માત્ર 2500 રૂપિયામાં 4 કેમેરા વાળો ફોન લઈ આવો ઘરે, સાથે jioની મળશે ઓફર્સ

માત્ર 2500 રૂપિયામાં 4 કેમેરા વાળો ફોન લઈ આવો ઘરે, સાથે jioની મળશે ઓફર્સ

Realme 5 Proનો આજે ફરીથી સેલ શરૂ કરવામાં આવ્યો છે. સેલ બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટની સાથે સાથે રિયલમીની ઓફિશિયલ વેબસાઈટ પર રાખવામાં આવશે. આ ફોનની ખરીદી પર પણ ઓફર્સ આપવામાં આવી રહી છે. જેથી તમે સસ્તામાં ફોન ખરીદી શકશો.

રિયલમીની ઓફિશિયલ વેબસાઈટની ખરીદી પર ગ્રાહકોને mobikwikની તરફથી સુપર કેશ આપવામાં આવશે. એ ઉપરાંત 7 હજાર રૂપિયાનું Jio Benefit અને Paytm Firstની ઓફર સામેલ છે. એ ઉપરાંત પણ ફ્લિપકાર્ટથી ખરીદો છો તો નો-કોસ્ટ EMI ઓપ્શન મળી રહ્યું છે. સાથે જ તમે દર મહિને 2500 રૂપિયા આપીને EMI પર ફોન ઘરે લાવી શકો છો. Flipkart Axis Bank Credit Cardથી ટ્રાન્જેક્શન કરવા પર તમને 5 ટકા અનલિમિટેડ કેશબેક આપવામાં આવે છે.

રિયલમી 5 પ્રોની શરૂઆતની કિંમત 13,999 રૂપિયા છે, જે તેમાં 4GB + 64GB વેરિએન્ટ કરી છે. ત્યારે 6GB રેમ અને 64GB વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા છે. ફોનમાં 8GB રેમ વેરિએન્ટ પણ ઉપલબ્ધ છે. આ ફોનની ખાસિયત એ છે કે 6.3 ઈંચની FHD+ ડ્યૂડ્રોપ ફુલ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે.

ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 712 પ્રોસેસર આપવામાં આવી છે. Realme 5 Proમાં રિયરમાં ચાર કેમેરા આપવામાં આવ્યા છે. ફોનની બેકસાઈડમાં 48 મેગાપિક્સલના પ્રાઈમરી કેમેરા સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈટ લેન્સ, 2 મેગાપિક્સલનો પોટ્રેટ લેન્સ અને 2 મેગાપિક્સલનો અલ્ટ્રા મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલ કેમેરા પણ તેમાં છે. પાવર માટે ફોનમાં 4,035 mAhની બેટરી આપવામાં આવી છે.

Read Also

Related posts

એન્ડી મરેને જીતનો મળ્યો ફાયદો, 127માં નંબરે રેન્કમાં પહોચ્યાં

pratik shah

Jioએ પ્રિપેડ યૂઝર્સ માટે બંધ કરી દીધા આ પ્લાન, હવે સસ્તું નહીં પડે

pratik shah

કાજુકતરી અને ગુલાબજાંબુનો ટ્રેન્ડ ગયો, દિવાળીમાં કિટકેટ ચોકલેટ બનાવીને મહેમાનોને ખુશ કરી દો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!