GSTV
Home » News » 4 રિયર કેમેરા વાળો આ સ્માર્ટફોન તમને મળી રહ્યો છે 8,999 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં જલદી પહોંચી જાવ શો રૂમ પર લેવા

4 રિયર કેમેરા વાળો આ સ્માર્ટફોન તમને મળી રહ્યો છે 8,999 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં જલદી પહોંચી જાવ શો રૂમ પર લેવા

REALME 5 ને તમે 8,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ સ્માર્ટફોન પર 1000 રૂપિયાનું પ્રાઈસ કટ છે. આ સ્માર્ટફોનના 6GB રેમ અને 64GB મેમોરી વેરિએન્ટ સસ્તો થયો છે. આ કિંમતમાં ચાર રિયર કેમેરાવાળો સ્માર્ટફોન તમારા માટે સારો સાબિત થઈ શકે છે.

10,999 રૂપિયામાં મળતો હતો, સ્માર્ટફોનની બીજા વેરિએન્ટમાં 6GB રેમની સાથે 128GBની ઈન્ટરનેલ સ્ટોરેજ આપવામાં આવી છે અને તેની કિંમત 10,999 રૂપિયા છે. REALME 5ની ઓછી થયેલી કિંમત તમે ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર ખરીદી શકો છો. તેને કંપની ઓનલાઈન વેબસાઈટ પર આ જ કિંમતથી ખરીદી શકે છે.

આ કિંમત પર આ સ્માર્ટફોન વેલ્યૂ ફોર મની સાબિત થઈ શકે છે. આ ફોનમાં ચાર રિયર કેમેરા આપવામાં આવ્યો છે. REALME 5ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં QUALCOMM SNAPDRGAON 665પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનની ડિસ્પ્લેમાં 6.5 ઈંચની એચડી અને સ્ક્રીન ટુ બોડી રેશ્યો 89%નો છે. ફોનમાં માઈક્રો એચડી કાર્ડનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે.

REALME 5માં ચાર રિયર કેમેરા આપવામાં આવ્યો છે. પ્રાઈમરી લેન્સ 12 મેગાપિક્સલનો છે, બીજો કેમેરો 8મેગાપિક્સલનો છે, ત્રીજો 2 મેગાપિક્સલનો છે અને ચોથો લેન્સ 2 મેગાપિક્સલનો છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. REALME 5 માં 5000MAHની બેટરી આપવામાં આવી છે અને તેમાં માઈક્રો યુએસબી પોર્ટ છે. આ સ્માર્ટફોન ક્રિસ્ટલ બ્લૂ અને ક્રિસ્ટલ પર્પલ કલરનો મળશે.

Read Also

Related posts

આ કંપનીનો સ્માર્ટફોન ખરીદો અને અનલિમિટેડ ફ્રી કોલિંગનો ઉઠાવો લાભ

Dharika Jansari

85 કરોડ ડોલર હતા સામે પણ આ વ્યક્તિએ ફેસબુકની શરતો ન સ્વીકારી, ફોનમાંથી એપ ડિલીટ કરવાની આપી સલાહ

Arohi

ચાર્જિંગ દરમિયાન મોબાઇલમાં થયો વિસ્ફોટ, ઓરડામાં સૂઈ રહેલ યુવાન સાથે થયું આવું ભયાનક…

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!