ત્રણ રિયર કેમેરાવાળો સૌથી સસ્તો સ્માર્ટફોન ખરીદવાની આજે તક, Jio પણ આપી રહ્યું છે ધમાકેદાર ઑફર

Realme new smartphone

Realmeના નવા સ્માર્ટફોન Realme 3ની આજે પહેલી સેલ છે. જણાવી દઇએ કે આ સ્માર્ટફોનને ગત અઠવાડિયે ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. ગ્રાહક તેને રિયલમી અને ફ્લિપકાર્ટની વેબસાઇટ પરથી ખરીદી શકે છે.

Realme 3

તેની ખાસિયતની વાત કરીએ તો તેના રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ અને 4230 mAhની બેટરી આપવામાં આવી છે. સાથે જ તેમાં Realme U1 જેવું મીડિયાટેક હિલિયો પી70 પ્રોસેસર પણ આપવામાં આવ્યુ છે.

Realme 3ની શરૂઆતની કિંમત 8,999 રૂપિયા છે જ્યારે તેના ટૉપ મોડેલની કિંમત 10,999 રૂપિયા છે.

Realme 3 ઓફર્સ

Realme 3ને જો તમે એચડીએફસી બેન્ક ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી ખરીદો તો તેના પર તમને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જો તમે 4જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ મેમરી વાળા વેરિએન્ટને ઇએમઆઇ પર ખરીદો અને તેનુમ પેમેન્ટ એચડીએફસી બેન્કના કાર્ડથી કરો તો તમને તેના પર ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

આ ઉપરાંત જિયો 5300 રૂપિયાનો બેનેફિટ આપી રહ્યું છે. જો તમે આ સ્માર્ટફોનને કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી ખરીદીને મોબીક્વિક પરથી પેમેન્ટ કરો તો તમને તેના પર 20 ટકા સુપરકેશ મળશે.

Realme 3ના ફિચર્સ

Realme 3માં ઉમદા ડિસ્પ્લે અને પ્રોસેસર

આ સ્માર્ટફોનમાં 6.2 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રેઝોલ્યુશન 1520×720 પિક્સલ છે. Realme 3 સ્માર્ટફોન 12nm મિડીયાટેક હિલીયો P70 પ્રોસેસરથી પાવર્ડ છે. Realme 3 સ્માર્ટફોન ડાયનામિક ડાર્ક અને રેડિએન્ટ બ્લૂ એમ 2 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આ પરાંત કંપનીએ Realme 3 ઇકોનિક કેસ પણ 3 કલર વેરિએન્ટમાં લૉન્ચ કર્યો છે. Realme 3 આઇકોનિક કેસની કિંમત 599 રૂપિયા છે.

પાવરફુલ બેટરી સાથે ફોનમાં છે ડ્યુઅલ રિયર કેમેરા

આ સ્માર્ટફોનમાં 4230mAhની બેટરી આપવામાં આવી છે. સાથે જ તેમાં સ્ક્રીન બેટરી ઓપ્ટિમાઇઝેશન આપવામાં આવ્યુ છે. Realme 3ના રિયરમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનના બેકમાં 13 મેગાપિક્સલનો મેઇન કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે બીજો કેમેરા 2 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત કેમેરામાં નાઇટસ્કેપ મોડ એડ કરવામાં આવ્યો છે. Realme 3માં સેલ્ફી માટે 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. સ્માર્ટફોન એન્ડ્રોઇડ પાઇ પર બેઝ્ડ કલર 6.0 ઓએસ આપવામા આવ્યુ છે. સ્માર્ટફોનમાં આઇડિંગ મોડ પણ આપવામાં આવ્યો છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter