GSTV
Home » News » Realme 3 pro ફોનની પ્રી બ્લાઈન્ડ બુકિંગ લોન્ચ

Realme 3 pro ફોનની પ્રી બ્લાઈન્ડ બુકિંગ લોન્ચ

Realme 3 Pro ફોન ભારતમાં 22 એપ્રીલે લોન્ચ થશે. પરંતુ લોન્ચ પહેલા Realmeનાં CEOએ જાહેરાત કરી છે કે આ ફોન માટેના બ્લાઈન્ડ ઓડર્સનું બુકીંગ રિયલમીની વેબસાઈટ પર 19 એપ્રીલથી શરૂ કરવામાં આવશે. જ્યારે Realme 3 Proનાં રસ ધરાવતા ગ્રાહકોને ફોન માટે ચૂકવણી કરવી પડશે નહીં. ત્યારે ગ્રાહકોએ ફ્કત રજિસ્ટ્રેશન કરવાવું પડશે, ત્યાર પછી તેમને R-PASS જીતવાનો મોકો મળશે. આ સહાયથી રિયલમે 3 પ્રો સીધા વેચાણથી સરળતાથી ખરીદી કરી શકાશે. આ ઉપરાંત, રિયલમે 3 પ્રો માટે ઇ-કૉમર્સ સાઇટ ફ્લિપકાર્ટ પર માઇક્રોસાઇટ લાઇવ બની ગઈ છે, જે ઝડપી ચાર્જિંગ સપોર્ટ તરફ નિર્દેશ કરે છે.

Realme સીઇઓ માધવ શેઠે મંગળવારે ટ્વિટ કર્યું છે કે 19 એપ્રિલથી Realme 3 Proના બ્લાઇન્ડ ઓર્ડર શરૂ થઈ જશે. જ્યારે આ સુવિધા રિયલમીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. હવે પ્રશ્ન ઊભો થાય છે,કે આ બ્લાઈન્ડ ઓર્ડર શું છે? તેમણે જણાવ્યું હતું કે બ્લાઈન્ડ ઓર્ડરની મદદથી ગ્રાહક રિયલમી 3 પ્રો માટે નોંધણી કરી શકશે. તેનો અર્થ એ નથી કે ગ્રાહકોને ફોન માટે ચૂકવણી કરવી પડશે. પરંતુ તેમને R-PASS જીતવાની તક મળશે. આને બ્લાઈન્ડ એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે ગ્રાહકો ના તો ફોનના સ્પેસિફિકેશનની જાણકારી હશે કે ના તો તેની કિંમત વિશે જાણતા હશે. જો કે કંપની માત્ર 5,000 R-PASSનું વિતરણ કરશે. જ્યારે આ સહાયથી ગ્રાહક સીધા વેચાણ દરમિયાન સરળતાથી ફોનની ખરીદી કરી શકશે

આ ઉપરાંત Realme 3 Pro નું પેજ ફ્લિપકાર્ટ પર લાઈવ થઈ ગયું છે. અહીં ફોનની મહત્વપૂર્ણ સુવિધાનો ઉલ્લેખ છે, જેવા કેફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ. રીયલમીનાં સીઈઓએ પહેલેથી જ ટ્વિટ કરીને કહ્યું છે કે ealme 3 Pro 10 મિનિટના ચાર્જિંગમાં 5 કલાકનો ટોક ટાઇમ આપશે. ત્યારે ફ્લિપકાર્ટના લેન્ડિંગ પેજ પર આજ દાવો કરવામાં આવ્યો છે. તાજેતરના અહેવાલ અનુસાર Realme 3 Proમાં 3,960 એમએએચની બેટરી હશે. પરંતુ ઝડપી ચાર્જિંગ માટે કોઈ સપોર્ટ નથી.

ફોનનાં અન્ય ફિચર્સ વિશે વાત કરીએતો, આ ફોન 6.3-ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે, કલરઓએસ 6.0, સ્નેપડ્રેગન 710 પ્રોસેસર અને 6 જીબી રેમ સાથે સજ્જ છે. જ્યારે કંપનીએ તાજેતરમાં Realme 3 Proનાં કેમેરા પ્રદર્શન દર્શાવતી કેટલાક ફોટો્ઝ શેર કર્યા છે. ઠીક છે. હવે ઈન્તજાર બહુ લાંબી નથી. ત્યારે કંપની 22 એપ્રિલે Realme સત્તાવાર રીતે Realme 3 Pro પરથી પડદો ઉપડી જશે.

READ ALSO

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

કોંગ્રેસ હજુ રેસમાં, સત્તા સુધી પહોંચવા માટે તૈયાર કર્યો પ્લાન ‘એ’ અને ‘બી’

Nilesh Jethva

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!