GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

6 હજાર રૂપિયા સુધી સસ્તો થયો Realmeનો આ ફોન, જાણો કિંમત અને ફીચર્સ

Realme first anniversary sell

વર્તમાન સમયમાં ઘણી સ્માર્ટફોન કંપનીઓ પોતાના ફોનના ભાવ ઘટાડી રહી છે. હવે Realmeએ પોતાના સ્માર્ટફોન Realme 3 Pro ની કિંમતમાં ઘટાડો કર્યો છે. જો તમે બજેટ ફોન લેવાની પ્લાનિંગ કરી રહ્યા છો તો, આ ફોન તમારા માટે એક સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. તો આવો જાણીએ તેની નવી કિંમત અને ફીચર્સ વિશે.

આટલા રૂપિયાનો થયો કપાત

જાણકારી પ્રમાણે Realme 3 Pro ની કિંમતમાં કંપનીને 6 હજાર રૂપિયા સુધીનો કપાત કર્યો છે. પહેલા આ ફોનની કિંમત 15,999 રૂપિયા હતા. તો હવે આ પ્રાઈઝ ઓછી થયા બાદ આ ફોનને માત્ર 9,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

ફીચર્સ

Realme 3 Pro માં 6.3 ઈંચની ડ્યૂડ્રોપ ફુલ સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે ફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યુ છે. આ સ્માર્ટફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર પર ચાલશે. આ સ્માર્ટફોન પર્પલ, બ્લૂ અને ગ્રે કલર ઓપ્શનમાં આવશે. સ્માર્ટફોનમાં 4,045 mAh ની બેટરી આપવામાં આવી છે. ફોન VOOC 3.0 ચાર્જિંગની સાથે આવશે. Realme 3 Pro સ્માર્ટફોનમાં GameBoost 2.0 અને TouchBoost થશે. TouchBoost ટચ કંટ્રોલને સારુ બનાવે છે.

કેમરા

કેમેરાની જો વાત કરવામાં આવે તો ફોનમાં સેલ્ફી માટે 25 મેગાપિક્સનો ફ્રંટ કેમરો પણ આપવામાં આવ્યો છે. બીજી તરફ આ સ્માર્ટફોનના બેકમાં 16 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો ડ્યૂલ કેમપા સેટઅપ હાજર છે. Realme 3 Pro અલ્ટ્રા HD મોડની સાથે આવે છે. જેથી યૂઝર્સ 64MP રેડોલૂશન પર ફોટો અને વીડિયો શૂટ કરી શકશે.

Motorola One Vision Plus થી છે ટક્કર

Motorola One Vision Plus માં 6.3 ની ફુલ HD Plus ડિસ્પ્લે છે, જેનુ રિજોલ્યુશન 1,080×2,280 પિક્સલ છે. પરફોરમેંસ માટે તેમાં ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આપવામાં આવ્યુ છે. આ ફોન એન્ડ્રોઈડ 9 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. પાવર માટે તેમાં 4,000 mAh ની બેટરી આપવામાં આવી છે. જે 15 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે છે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં 4G LTE, બ્લૂટૂથ વર્ઝન 5.0, GPS અને 3.5mm હેડફોન જેક ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોનનુ કુલ વજન 188 ગ્રામ છે. તેની કિંમત 14,300 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

READ ALSO

Related posts

જન્માષ્ટમીના તહેવાર પર આ શહેરમાં ફરવા લાયક સ્થળો પર લોકોના એકઠા થવા પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

Nilesh Jethva

કેરળના ઇડુક્કીમાં થયેલ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 42, સતત રાહત કામગીરી ચાલું

Ankita Trada

રક્ષાબંધનના દિવસે રાખડી બંધાવી સગાભાઈઓએ કરી બહેનની હત્યા, ચોંકાવનારુ છે કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!