GSTV

આ છે ઓછી કિંમતમાં દમદાર અને પૈસા વસૂલ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફિચર્સ

Last Updated on November 18, 2018 by Bansari

Oppoની સબબ્રાન્ડ Realmeએ પોતાનો સ્માર્ટફોન Realme 2 લૉન્ચ કર્યાના એક મહીના બાદ જ Realme 2 Proને લૉન્ચ કરી દીધો છે. Realme 2ને તમે 10,000થી પણ ઓછી કિંમતે ખરીદી શકો છો, તો Realme 2 Proને 20,000 રૂપિયાથી ઓછી કેટગરીમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. તેમાં સ્નેપડ્રેગન 660 પ્રોસેસર અને 4 GBથી 8 GB રેમ છે. Realme 4 GB/ 64 GB રેમ અને 128 GB ઈનબિલ્ટ સ્ટોરેજ વાળા બ્લેક સી કલર વેરિયન્ટનો કેટલાક દિવસ ઉપયોગ કરી શકો છો.

Realme 2 Proના સ્પેસિફિકેશન્સ

Realme 2 Proમાં વોટરડ્રોપ ડિસ્પ્લે નોચ ડિઝાઈન અને તેમાં મજબુત મેટલ બોડી આપવામાં આવી છે. ફોનમાં ગ્લાસ બેક પેનલ છે. જ્યારે આગળની તરફ 2.5 ડી ફ્રંન્ટ ગ્લાસ આપવામાં આવેલ છે. ફોનની આગળની તરફ નોચમાં સેલ્ફી કેમેરા ઈયરપીસ છે. નીચલા કીનારે હેન્ડસેટ સ્પીકર, એક માઈક્રો યૂએસબી પોર્ટ, માઈક્રોફોન અને 3.5 એમએમ ઓડિયો જેક જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

ફોનના રિયર પર ગ્લાસ બેક ઉપરાંત એલઈડી ફ્લેશ સાથે બે કેમેરા આપવામાં આવ્યા છે. આ સાથે ફિંગરપ્રિન્ટ સેન્સર અને Realmeનો લોગો મળે છે. ફોનમાં ડાબી તરફ ડ્યૂઅલ સિમ કાર્ડ સ્લોટ અને માઈક્રોએસડી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યા છે. ડાબી બાજુ એક પાવર બટન આપવામાં આવેલ છે.

હેન્ડસેટનું ડાઈમેશન 156.7x74x8.5 મીલીમીટર અને વજન 174 ગ્રામ છે. સ્માર્ટફોન મજબૂત છે પણ થોડો વજનવાળો છે. પાવર માટે Realme 3500mAh ક્ષમતાવાળી બેટરી પણ છે. તેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 એઆઈઆઈ પ્રોસેસર આપવામાં આવેલ છે.

આ એન્ડ્રોઈડ 8.1 ઓરિયો બેસ્ડ કલરઓએસ 5.2 પર ચાલે છે. Realme 2 Proમાં 6.3ની ફુલએચડી સ્ક્રીન છે જેનો એસ્પેક્ટ રેશિયો 90.8 ટકા છે. સ્ક્રીનનું રિજોલ્યુશન 1080×2340 પિક્સલ છે અને ડેનસિટી 409 પીપીઆઈ છે.

Read Also

Related posts

આ ટીવી સ્ટાર સાથે રેલવે સ્ટેશન પર થઇ ગંદી હરકત, અચાનક યુવકોએ આવીને ટૉપ ફાડી નાંખ્યુ અને….

Bansari

ગુલાબ ગેંગ/ યુપી વિધાનસભા ચૂંટણીમાં BJPના મૂળિયા ઉખેડવા ગુલાબી ગેંગ પણ તૈયાર, જો અમારી વાત નહીં સાંભળે તો CMને પણ ધમકી આપીશું

Pravin Makwana

ખેડૂત ભાઈઓ માટે કામના સમાચાર/ રજીસ્ટ્રેશન કરવામાં જો નાની એવી ભૂલ હશે તો પણ અટકી જશે આપના રૂપિયા, ફટાફટ સુધારી નાખો ભૂલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!