સસ્તો સ્માર્ટફોન શોધી રહ્યાં છો? આ રહ્યો બેસ્ટ ઓપ્શન, કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી

જો તમે કોઇ સસ્તો અને સારા ફિચર્સ વાળો ફોન લેવાનું વિચારી રહ્યાં હોય તો અમે તમને એક સારો વિકલ્પ આપી રહ્યાં છીએ. ઓપ્પોની સબ-બ્રાન્ડ રિયલમીએ પોતાના પહેલા સ્માર્ટફોન Realme 1ને મળેલી સફળતાને ધ્યાનમાં રાખીને પોતાનો નવો પાવરફુલ સ્માર્ટફોન Realme 2 Pro લોન્ચ કર્યો. મેક્સ પાવર અને મેક્સ સ્ટાઇલ થીમ હેઠળ તૈયાર થયેલા આ સ્માર્ટફોનને ગેમ લવર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. રિયલમી 2 પ્રો આઇલેક,બ્લૂક ઓશિયન અને બ્લેક સી કલર વેરિએન્ટમાં મળશે.

રિયલમી 2ની કિંમત

રિયલમી 2ના 4જીબી રેમ, 64જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 13,990 રૂપિયા, 6જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 15,990 રૂપિયા તથા 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 17,990 રૂપિયા છે.

રિયલમી 2ની સ્પેસિફિકેશન

રિયલમી 2 પ્રોમાં 6.3 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે છે  આ ઉપરાંત આ ફોનમાં ક્વૉલકોમનું સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં ડ્યુઅલ કેમેરા મળશે જેમાંથી એક કેમેરા 16 મેગાપિક્સલનો છે અને બીજો 2 મેગાપિક્સલનો છે.

આ ઉપરાંત આ શાનદાર સ્માર્ટફોનમાં ફ્રેન્ટ કેમેરા 16 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. ફ્રન્ટ કેમેરાની સાથે એઆઇનો સપોર્ટ અને 2.0 બ્યૂટી મોડ પણ છે. ફોનમાં ફેસ અનલૉક સાથે ફિંગપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. સાથે જ આ ફોનમાં એન્ડ્રોઇડ ઓરિયો 8.1 આધારિત કલર્સ 5.2 ઓએસ મળે છે. સાથે જ આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ અને 3500mAhની બેટરી આપવામાં આવી છે.

રિયલમી 2 પ્રોનું વેચાણ 11 ઓક્ટોબરથી ફ્લિપકાર્ટ પર થઇ રહ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter