GSTV
Auto & Tech Trending

દમદાર ફિચર્સ સાથે Realme 2 ભારતમાં લૉન્ચ, કિંમત 10 હજારથી પણ ઓછી

સ્માર્ટફોન નિર્માતા કંપની Oppoના સબહેન્ડ Realmeએ 28 ઓગસ્ટના રોજ નવી દિલ્હી ખાતે એક ઇવેન્ટમાં પોતાનો નવો સ્માર્ટફોન Realme 2 લૉન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 3 જીબી રૅમ અને 32જીબી ઇન્ટરનલ સ્ટોરેજ તથા 4જીબી રૅમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજના બે વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. Realme 2 ભારતમાં 10 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતે લૉન્ચ કરવામાં આવનાર પ્રથમ સ્માર્ટફોન છે.

કિંમત અને ઉપલબ્ધતા

Realme 2ના 3જીબી રેમ/32જીબી સ્ટોરેજની કિંમત 8,990 રૂપિયા છે. સાથે જ 4જીબી/64જીબી સ્ટોરેજ ધરાવતા વેરિએન્ટની કિંમત 10,990 રૂપિયા છે. આ ફોન ડાયમંડ રેડ, ડાયમંડ બ્લેડ અને ડાયમંડ બ્લૂ કલર્સમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. ડાયમંડ બ્લૂ કલર ઓક્ટોરબર મહિનામાં મળશે જ્યારે અન્ય કલર વેરિએન્ટ્સ 4 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ હશે.

Realme 2ના સ્પેસિફિકેશન અને ફિચર્સ

Realme 2માં 6.2જીબી નૉચ ફુલ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં ઑક્ટાકૉર સ્નેપડ્રેગન 450 પ્રોસેસર છે. કેમેરાની વાત કરીએ તો તેમાં 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો ડ્યૂઅલ રેર કેમેરા છે. રેર કેમેરામાં પોટ્રેટ મોડ પણ આપવામાં આવ્યો છે. સાથે જ સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે. સાથે જ તેમાં ટ્રિપલ સિમ સપોર્ટ, ફિંગરપ્રિન્ટ લૉક, ફેશિયલ લૉક અને સ્માર્ટલૉકની સુવિધા આપવામાં આવી છે. તેમાં 4230mAhની બેટરી છે જેમાં 44 કલાકના ટૉકટાઇમનો દાવો કરવામાં આવે છે.

 

Related posts

Cricketer’s Love Story/ આ ભારતીય ક્રિકેટરની પત્ની છે વકીલ તો સસરા છે DGP, ખૂબ જ દિલચસ્પ છે તેની લવસ્ટોરી

Hemal Vegda

અયોધ્યામાં વકફ બોર્ડની મિલકતોનો સર્વે ચાલુ, ગેરકાયદે કબજેદારો પર નજર!

GSTV Web Desk

રિલેશનશિપમાં આ પ્રકારે દૂરી વધારે શકે છે સોશિયલ મીડિયા, જાણો તેની શું પડે છે નેગેટિવ અસર

Hemal Vegda
GSTV